Not Set/ કરારવેલ પાસે કેમિકલ ભરેલા ટેન્કરે ખાધી પલટી, રહીશોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ

ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના કરારવેલ પાસે કેમિકલ ભરેલા ટેન્કરે પલટી ખાઇ ગયું હતું. ઝગડીયાની UPL-5 કંપની માંથી વાપી જતાં અકસ્માત સર્જાયો હતો. PCL-3 નામનું કેમિકલ ટેન્કરમાં ભરીને લઇ જવાતું હતું. આસપાસમાં આવેલા ખેતરોમાં કેમિકલની રેલમછેલ થઇ ગઇ હતી. કેમિકલ લીકેજના કારણે ધુમાડા સ્વરૂપે ગેસ ફેલાયો હતો. જેના કારણે સ્થાનિકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં […]

Top Stories Gujarat Others Videos
mantavya 421 કરારવેલ પાસે કેમિકલ ભરેલા ટેન્કરે ખાધી પલટી, રહીશોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ

ભરૂચ,

ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના કરારવેલ પાસે કેમિકલ ભરેલા ટેન્કરે પલટી ખાઇ ગયું હતું. ઝગડીયાની UPL-5 કંપની માંથી વાપી જતાં અકસ્માત સર્જાયો હતો. PCL-3 નામનું કેમિકલ ટેન્કરમાં ભરીને લઇ જવાતું હતું.

આસપાસમાં આવેલા ખેતરોમાં કેમિકલની રેલમછેલ થઇ ગઇ હતી. કેમિકલ લીકેજના કારણે ધુમાડા સ્વરૂપે ગેસ ફેલાયો હતો. જેના કારણે સ્થાનિકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.

તંત્ર દ્વારા ટેન્કર ઉપર જેસીબી મશીન દ્વારા રેતી અને માટી નોંખવામાં આવી હતી. ટેક્નિશયન અને ફાયરની ટીમોએ રેતી નાખી ગેસ લીકેજ બંધ કર્યું હતું. બનાવને પગલે પોલીસતંત્રમાં દોડધામ મચી ગઇ હતી.થોડાક સમય માટે વાહનવ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.