Not Set/ ભરુચ: ઝઘડિયાનાં વિરવાડી ગામે નાળું તૂટતા 20 જેટલા ગામ બન્યા સંપર્ક વિહોણા

રાજ્યમાં વરસાદનું સત્તાવાર આગમની સાથે જ દક્ષિણ ગુજરાતમાં વરસાદમ મન મુકીને વરસ્યો છે. સમગ્ર વિસ્તારમાં અવિરત મેઘ વર્ષેને કારણે નદી નાળામાં ભારે પાણીની આવક જોવા મળી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લો પણ વરસાદથી બાકાત રહ્યો નથી. ભારે વરસાદનાં પગલે ઝઘડિયા પાસે આવેલા વિરવાડી ગામે નાળું તૂટતા 20થી વધુ ગામો સંપર્ક વિહોણા થયા છે. ત્યારે 24 […]

Top Stories Gujarat Others
brc ભરુચ: ઝઘડિયાનાં વિરવાડી ગામે નાળું તૂટતા 20 જેટલા ગામ બન્યા સંપર્ક વિહોણા

રાજ્યમાં વરસાદનું સત્તાવાર આગમની સાથે જ દક્ષિણ ગુજરાતમાં વરસાદમ મન મુકીને વરસ્યો છે. સમગ્ર વિસ્તારમાં અવિરત મેઘ વર્ષેને કારણે નદી નાળામાં ભારે પાણીની આવક જોવા મળી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લો પણ વરસાદથી બાકાત રહ્યો નથી. ભારે વરસાદનાં પગલે ઝઘડિયા પાસે આવેલા વિરવાડી ગામે નાળું તૂટતા 20થી વધુ ગામો સંપર્ક વિહોણા થયા છે. ત્યારે 24 કલાક વિત્યા હોવા છતા તંત્ર દ્વારા નાળાનું કોઈપણ પ્રકારનું સમારકામ કરવામાં ન આવતા અહીંના લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

brc1 ભરુચ: ઝઘડિયાનાં વિરવાડી ગામે નાળું તૂટતા 20 જેટલા ગામ બન્યા સંપર્ક વિહોણા

છેલ્લા ચાર દિવસથી શરુ થયેલા વરસાદી રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ ભરૂચ જિલ્લામાં નોંધાયો છે. જેમાં ખાસ કરીને ઝઘડિયાનાં જંગલ વિસ્તારમાં વધુ પ્રમાણમાં વરસાદ પડતાં વિરવાડી ગામ પાસે એક નાળું તૂટી પડતા 20 જેટલા ગામો સંપર્ક વિહોણા બની ગયા હોવાનાં સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. આ રસ્તો પર્યટન સ્થળ કડીયા ડુંગરને જોડતો રસ્તો હોવાથી પર્યટકો પણ મૂંઝવણમાં મુકાયા છે. અને 20 જેટલા ગામો સંપર્ક વિહોણા બનતા લોકોને હાલાકી નો સામનો કરી રહ્યા છે. પુલની હાલત ખરાબ હોવાના કારણે ગમે ત્યારે આ પુલ ધરાશાહી થવાની શક્યતાઓ હોવા છતાં તંત્ર દ્વારા કોઇ પ્રકારનું સમાર કામ પણ કરવામા આવ્યું ન હતું. અને હાલ નાળુ ટુંટી પડ્યાનાં 24 કલાક બાદ પણ હજી સુધી કોઈ પણ પ્રકારનું સમારકામ હાથ ધરાયુ નથી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.