Not Set/ ગુજરાતનાં ઘણા શહેરોમાં મેઘરાજાની રાહ જોઇ રહેલા લોકો ભારે ઉકળાટથી હવે અકળાયા

મુંબઈમાં ભારે વરસાદનાં કારણે જનજીવન ઘણુ પ્રભાવિત થયુ છે. ઘણી ટ્રેનો અહી રદ્દ થઇ છે તો ઓફિસ જતા લોકોને તેના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યા એક તરફ મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ ગુજરાતમાં ઘણા શહેરોમાં ભારે ગરમી ઉકરાટથી લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. છેલ્લા કેટલાક દિવસોથી […]

Top Stories Gujarat
maxresdefault 17 ગુજરાતનાં ઘણા શહેરોમાં મેઘરાજાની રાહ જોઇ રહેલા લોકો ભારે ઉકળાટથી હવે અકળાયા

મુંબઈમાં ભારે વરસાદનાં કારણે જનજીવન ઘણુ પ્રભાવિત થયુ છે. ઘણી ટ્રેનો અહી રદ્દ થઇ છે તો ઓફિસ જતા લોકોને તેના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યા એક તરફ મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ ગુજરાતમાં ઘણા શહેરોમાં ભારે ગરમી ઉકરાટથી લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં એક સપ્તાહથી સતત ઉકળાટ વધી રહ્યો છે. જેના કારણે શહેરીજનો ઘણા અકળાયા છે. જો કે એવુ નથી કે ગુજરાતમાં અન્ય શહેરોમાં મેઘરાજાએ તેની મહેર નથી કરી.

રાજ્યમાં આગામી 3 દિવસ સુધી વરસાદી વાતાવરણ યથાવત રહેશે તેવુ હવામાન વિભાગનું કહેવુ છે. 3 દિવસ સુધી મેઘો દ.ગુજરાત સહિત સૌરાષ્ટ્રને ધમરોળી શકે છે. આ સિવાય એક બાજુ દક્ષિણ ગુજરાત જળબંબાકાર છે, તો ઉત્તર ગુજરાત કોરું ધાકોર છે. દક્ષિણ ગુજરાતનાં વલસાડ, વાપી, નવસારી અને સુરતમાં ધોધમાર વરસાદે તરબોળ કરી નાખ્યું છે. તો ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, પાટણ સાબરકાંઠામાં નહીંવત વરસાદ પડી રહ્યો છે. સાથે અવદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી વાદળ જાણે સંતા કૂકડી રમી રહ્યા હોય તેવુ દેખાઇ રહ્યુ છે. તેટલુ જ નહી કચ્છ જિલ્લામાં પણ વરસાદ ન પડતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. છેલ્લા 48 કલાકની વાત કરીએ તો વાપીમાં 25 અને વલસાડમાં 21 ઇંચ વરસાદ પડ્યો છે.

rain 1340354630BEa ગુજરાતનાં ઘણા શહેરોમાં મેઘરાજાની રાહ જોઇ રહેલા લોકો ભારે ઉકળાટથી હવે અકળાયા

હવામાન વિભાગે જાહેર કરેલી આગાહીનાં કારણે સૌરાષ્ટ્રનાં કેટલાક જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રનાં અમરેલી, ગીર સોમનાથ, વેરાવળમાં સારો એવો વરસાદ પડ્યો હતો. જેથી ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતા. અને લોકોએ કાળઝાળ ગરમીનાં કારણે હાશકારો અનુભવ્યો હતો. જો કે રાજ્યનાં ઘણા એવા વિસ્તારો છે કે જ્યા વરસાદે પોતાની મહેર રાખી નથી. હવામાન ખાતા દ્વારા જણાવાયુ છે કે, અરબ સાગરમાં સક્રિય થયેલી મોન્સુન સિસ્ટમનાં પગલે વરસાદી માહોલ રચાયા બાદ ૩ જુલાઈથી ગુજરાતનાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.

અપર એર સાયક્લોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આગામી 24 કલાકમાં ગુજરાતનાં કેટલાક ભાગમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમ બે દિવસમાં નબળી પડી જશે ત્યાર બાદ એટલે કે, 3 જુલાઈ સુધી રાજ્યમાં સામાન્યથી મધ્ય વરસાદ પડી શકે છે. સોમવારે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે, જેમાં ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણનો સમાવેશ થાય છે. આ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે.

27 ગુજરાતનાં ઘણા શહેરોમાં મેઘરાજાની રાહ જોઇ રહેલા લોકો ભારે ઉકળાટથી હવે અકળાયા

જ્યારે 3 અને 4 જૂલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ શરૂ થવાની શક્યતાઓ છે, જ્યારે અન્ય ભાગોમાં છુટો છવાયો વરસાદ થશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, દાહોદ, પંચમહાલ, અરવલ્લી વગેરે વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે. જો કે હાલમાં રાજ્યનું પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં ભારે ઉકળાટનો અનુભવ કરી રહેલા લોકો ઘણા અકળાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.