Bhavnagar News: ભાવનગર ભાજપમાં આંતરિક અસંતોષ ફરી એકવાર જાહેરમાં સામે આવ્યો છે. શહેરમાં યોજાયેલા મહત્વના કાર્યક્રમોમાં આમંત્રણ ન મળતાં ભાજપના પૂર્વ મેયર ભરત બારડે (Former Mayor Bharat Barde)એ સંગઠનના પદાધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે. 25 ઈ-બસના લોકાર્પણ અને સાતમ-આઠમના લોકમેળા જેવા કાર્યક્રમોમાં પોતાને આમંત્રણ ન મળ્યાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.
ભરત બારડે (Former Mayor Bharat Barde)એ કહ્યું હતું કે, ભાજપ ભાવનગર શહેરે એ ભૂલવું ન જોઈએ કે પક્ષ માટે કામ કરતી વખતે તેમણે માર પણ ખાધો છે. તેમણે વરિષ્ઠ કાર્યકર્તાઓની અવગણના ન કરવા અને યુવાનોને આગળ લાવવાની સાથે વર્ષોથી પક્ષ માટે સંઘર્ષ કરનારા નેતાઓને પણ યોગ્ય સન્માન આપવાની વાત કરી હતી.
‘25 ઈ-બસના લોકાર્પણમાં મારો મહત્વનો ફાળો હતો’
ભરત બારડે (Former Mayor Bharat Barde)એ જણાવ્યું હતું કે 25 ઈ-બસના લોકાર્પણ કાર્યક્રમમાં પોતાનો મહત્વનો ફાળો હોવા છતાં તેમને આમંત્રણ કાર્ડ મળ્યું નહોતું. તેમણે કહ્યું કે હાલના પદાધિકારીઓ અને મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની કાર્યક્રમો અંગે કેટલીક જવાબદારીઓ હોય છે. તેમના જણાવ્યા પ્રમાણે, જ્યારે તેઓ જવાબદારી પર હતા ત્યારે કાર્યક્રમોમાં કોઈને ભૂલતા નહોતા. તેમણે પક્ષે સોંપેલી મહત્વની જવાબદારીઓ ઈમાનદારી અને વફાદારીથી નિભાવી હોવાનું પણ જણાવ્યું હતું.
‘સ્ટેજ પર પરાણે બેસાડતા હોય તેવો અનુભવ થાય છે’
પૂર્વ મેયરે સ્થાનિક સંગઠનના કોઈ વ્યક્તિ સાથે અંગત વાંધો ન હોવાનું સ્પષ્ટ કરતાં કહ્યું કે તેમને સિનિયર કાર્યકર્તા તરીકે યાદ કરવા જોઈએ. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે ક્યારેક તેમને કાર્યક્રમના સ્ટેજ પર બેસાડવામાં આવે છે, ત્યારે જાણે પરાણે બેસાડવામાં આવતા હોય તેવો અનુભવ થાય છે.
તેમણે કહ્યું કે જો પાર્ટીના કોઈ આગેવાનને તેમની સાથે કોઈ વાંધો હોય અથવા તેમની કોઈ ભૂલ હોય તો સીધી રીતે જણાવવી જોઈએ. તેમની ભૂલ હોય તો ઠપકો આપવા સામે વાંધો નથી, પરંતુ અવગણના ન થવી જોઈએ. ભરત બારડે (Former Mayor Bharat Barde)એ વધુમાં જણાવ્યું કે તેઓ શેરી સ્તરથી લઈને મેયર પદ સુધી સક્રિય રહ્યા છે અને હાલ કોઈ સત્તાવાર જવાબદારી ન હોવા છતાં પક્ષ માટે નાના-મોટા કામ કરતા રહે છે.
‘અમે પક્ષ માટે માર પણ ખાધો છે’: Former Mayor Bharat Barde
પોતાની નારાજગી વ્યક્ત કરતાં ભરત બારડે (Former Mayor Bharat Barde)એ કડક શબ્દોમાં કહ્યું કે ભાવનગર ભાજપે ભૂલવું ન જોઈએ કે તેમણે પક્ષ માટે માર પણ ખાધો છે. તેમણે પોતાના સંઘર્ષના સમયને યાદ કરતાં જણાવ્યું કે મારના ડાઘા આજે પણ ગયા નથી. તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો કે જો પાર્ટીના કોઈ વરિષ્ઠ આગેવાન અથવા પદાધિકારીને તેમની સાથે કોઈ સમસ્યા હોય તો તે સીધી રીતે કહેવી જોઈએ. તેમની વાતમાં સંગઠનમાં વરિષ્ઠ કાર્યકર્તાઓને યોગ્ય સ્થાન અને સન્માન આપવાની માગણી સ્પષ્ટ જોવા મળી હતી.
યુવાનોને આગળ લાવવા સામે વાંધો નથી, પરંતુ વડીલોને ન ભૂલો
ભરત બારડે (Former Mayor Bharat Barde)એ સ્પષ્ટ કર્યું કે ભાજપ દ્વારા યુવાનોને આગળ લાવવાની નીતિ સામે તેમને કોઈ વાંધો નથી. જોકે, તેમની સાથે વર્ષોથી પક્ષ માટે કામ કરનારા અન્ય વરિષ્ઠ કાર્યકર્તાઓની અવગણના ન થવી જોઈએ તેમ તેમણે જણાવ્યું. તેમણે કહ્યું કે તેમના જેવા અનેક કાર્યકર્તાઓએ પોતાના જીવનના દાયકાઓ પાર્ટી માટે ખર્ચ્યા છે. આવા કાર્યકર્તાઓને ભૂલી જવા કરતાં યુવાનોને તક આપવાની સાથે વડીલોનું માર્ગદર્શન અને સન્માન જળવાઈ રહે તે જરૂરી છે.
2001ના કોમી તણાવના સમયની ઘટનાનો પણ ઉલ્લેખ
પોતાના પક્ષ પ્રત્યેના લાંબા સંઘર્ષને સમજાવતા ભરત બારડે (Former Mayor Bharat Barde)એ 2001ના સમયની એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે તે સમયે તેઓ સિનિયર કાર્યકર્તા હતા અને કોમી તણાવની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન તેમની સગી બહેનનું પ્રસૂતિ દરમિયાન મૃત્યુ થયું હતું, જ્યારે તેમની નવજાત બાળકી બચી ગઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાનો ઉલ્લેખ કરીને તેમણે પક્ષ માટે પોતાના પરિવાર અને વ્યક્તિગત જીવનમાં પણ મુશ્કેલ સમયમાંથી પસાર થવાનો સંદર્ભ આપ્યો હતો.
‘પાર્ટી માટે જિંદગી ખપાવનારા કાર્યકર્તાઓને ભૂલવા ન જોઈએ’
ભરત બારડે (Former Mayor Bharat Barde)એ અંતમાં ફરી એકવાર વરિષ્ઠ કાર્યકર્તાઓને સન્માન આપવાની વાત કરી. તેમણે કહ્યું કે તેઓ આશરે 60 વર્ષનું જીવન જોઈ ચૂક્યા છે અને તેમના જેવા અનેક કાર્યકર્તાઓએ પાર્ટી માટે પોતાની જિંદગી ખપાવી દીધી છે. તેમના મતે, સંગઠનમાં નવા અને યુવા ચહેરાઓને આગળ લાવવા જોઈએ, પરંતુ તેની સાથે વર્ષોથી પક્ષ માટે મહેનત કરનારા વરિષ્ઠ કાર્યકર્તાઓને પણ યાદ રાખવા જોઈએ. કાર્યક્રમોમાં આમંત્રણ ન મળવાની ઘટનાને લઈને વ્યક્ત કરાયેલી આ નારાજગીથી ભાવનગર ભાજપના આંતરિક સંગઠનાત્મક સમીકરણો અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.
આ પણ વાંચો:ભાવનગરને મળ્યા નવા મેયર ઉષા તલરેજા
આ પણ વાંચો:ભાવનગરમાં ચૂંટણી બાદ સત્તા માટે ગરમાવો, મેયર પદ માટે ચાર મહિલા નેતાઓ વચ્ચે કડક સ્પર્ધા
આ પણ વાંચો:ટિકિટ વહેંચણીમાં એવું તે શું થયું કે ભાવનગરમાં પૂર્વ મેયરને ભાજપ કાર્યાલયમાંથી બહાર કઢાયા?
