Not Set/ પાલિકા પ્રમુખથી ગુજરાતના નાથ સુધીની સફર ખેડનાર ભુપેન્દ્ર પટેલ જાણો કોણ છે ?

આ નામ ચોક્કસથી ચોકાવનારું છે.  કારણ કે મુખ્યમંત્રી માટે ચર્ચામાં રહેલા તમામ નામોમાંથી તેમાંથી કોઈને પણ ગુજરાતની ખુરશી મળી નથી. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી.

Top Stories Gujarat Others Trending
માધવસિંહ સોલંકી 5 પાલિકા પ્રમુખથી ગુજરાતના નાથ સુધીની સફર ખેડનાર ભુપેન્દ્ર પટેલ જાણો કોણ છે ?

ગુજરાત રાજ્યમાં વિજયભાઈ રૂપાણીના રાજીનામાં બાદ નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઇ અનેક અટકળો રાજકીય ગલીયારમાં ચાલી રહી હતી. પરંતુ હમેશની જેમ ભાજપે તમામ અટકળો ઉપર પૂર્ણ વિરામ મૂકી ફરી એક વાર કોથળામાંથી બિલાડું કાઢ્યા જેવો ઘાટ સર્જ્યો છે. અને તમામ સંભવિતોના નામ ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધું છે.

ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૭ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઘાટલોડિયા બેઠક પરથી આનંદીબેનના ખાસ વિશ્વાસુ ગણાતા ભુપેન્દ્રભાઈને આપવામાં આવી હતી. અને તેમને જ્વલંત વિજય મેળવ્યો હતો.

આવો જોઈએ ભુપેન્દ્ર પટેલ કોણ છે.

વ્યવસાયે બિલ્ડર  એવા ભુપેન્દ્રભાઈ અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય છે. તો સાથે સરદાર ધામ અને ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરીકે સંકળાયેલા છે. ૧૯૯૫-૯૬માં મેમનગર નગર પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પોતની કારકિર્દી શરુ કરી હતી. તો વર્ષ ૧૯૯૯-૨૦૦૦ મેમનગર નગરપાલિકામાં પ્રમુખ તરીકે ફરજ બજાવી હતી. વર્ષ ૨૦૦૪-૦૬ માં અમદાવાદ મ્યુ.માં સ્કુલ બોર્ડના વાઈસ ચેરમેન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

૨૦૦૮-૧૦ માં થલતેજ વોર્ડમાં કાઉન્સીલર તરીકે ચૂંટાયા હતા. ૨૦૧૦ થી ૨૦૧૫ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમદાવાદ મનપા, ૨૦૧૫ થી ૨૦૧૭ માં audaના ચેરમેન તરીકે કાર્યરત હતા. વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ઘાટલોડિયા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

તેઓ વિજય રૂપાણી સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. આ સાથે ભૂપેન્દ્ર પટેલ લાંબા સમયથી આરએસએસ સાથે જોડાયેલા છે. પટેલ સમાજમાં પણ તેમની સારી પકડ છે. તે જ સમયે, 2017 ની ચૂંટણીમાં, તેમણે સારા મતોથી જીત મેળવી હતી. ભુપેન્દ્ર પટેલ 1 લાખ 17 હજાર મતોથી વિધાનસભાની ચૂંટણી જીત્યા.

કોરોનાકાળમાં પણ તેમને ઘણી સારી કામગીરી બજાવી હતી.

ભાજપે ગુજરાતના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ જોશીને કેન્દ્રીય નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યા છે. બંને નેતાઓ ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા હતા. ભાજપના ધારાસભ્ય પક્ષની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલના નામ પર સમજૂતી થઈ છે. આ નામ ચોક્કસથી ચોકાવનારું છે.  કારણ કે મુખ્યમંત્રી માટે ચર્ચામાં રહેલા તમામ નામોમાંથી તેમાંથી કોઈને પણ ગુજરાતની ખુરશી મળી નથી. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી.

રાજકીય વિશ્લેષણ / ૧૯૬૦ થી ૨૦૨૧ : ગુજરાતમાં ૨૦ મુખ્યમંત્રી બદલાયા

Political / ઉત્તરાખંડમાં કોંગ્રેસ પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ MLA ભાજપમાં જોડાયા