Sports/ ટીમ ઈન્ડિયાના આ સ્ટારના ઘરે આવી નાની પરી, બન્યો પિતા

ટીમ ઈન્ડિયાના મુખ્ય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પિતા બની ગયા છે. ભુવનેશ્વરની પત્ની નૂપુરે બુધવારે નવી દિલ્હીમાં પુત્રીને જન્મ આપ્યો હતો.

Sports
ભુવનેશ્વર કુમાર ટીમ ઈન્ડિયાના આ સ્ટારના ઘરે આવી નાની પરી, બન્યો પિતા

ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ના ઘરે સારા સમાચાર આવ્યા છે. ભુવનેશ્વરની પત્ની નુપુર નાગરે બુધવારે પુત્રીને જન્મ આપ્યો હતો. નુપુરે નવી દિલ્હીની એક હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો છે, તેને મંગળવારે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ભુવનેશ્વર કુમાર ન્યૂઝીલેન્ડ સામે તાજેતરમાં સમાપ્ત થયેલી T20 શ્રેણીનો ભાગ હતો. ભુવનેશ્વર કુમાર T20 વર્લ્ડ કપમાં ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો, પરંતુ તેણે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. ભુવનેશ્વર કુમાર ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી છે. મળતી માહિતી મુજબ ભુવનેશ્વર કુમારની પુત્રીનો જન્મ બુધવારે સવારે 9 વાગે થયો હતો.

ભુવનેશ્વર કુમાર અને નુપુર નાગરે 23 નવેમ્બર 2017ના રોજ લગ્ન કર્યા હતા. નુપુર નાગર હાલમાં દિલ્હી નજીક નોઈડામાં રહે છે. ભુવનેશ્વર કુમારે ન્યૂઝીલેન્ડ સામે સમાપ્ત થયેલી શ્રેણીમાં 3 વિકેટ ઝડપી હતી. જ્યારે T20 વર્લ્ડ કપમાં ભુવનેશ્વર કુમાર માત્ર પાકિસ્તાન સામેની મેચમાં જ રમી શક્યો હતો.

Instagram will load in the frontend.

જણાવી દઈએ કે ભુવનેશ્વર કુમારના પિતા કિરણ પાલ સિંહનું આ વર્ષે મે મહિનામાં અવસાન થયું હતું. કિરણ પાલ સિંહ લાંબા સમયથી બીમાર હતા, જે બાદ તેમનું અવસાન થયું.

ગુજરાત / રાજ્યમાં ધારાસભ્યો અને સાંસદોની સંખ્યામાં થશે વધારો, જાણો કયારથી લાગુ પડશે વધારો ..?

Gujarat / ઈંટ ઉત્પાદકોને હવે મળશે ઓફલાઇન NA પરવાનગી

મહત્વના સમાચાર / અદાણી ગ્રૂપના સ્થાપક ગૌતમ અદાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા