Surat Girl Rape Case/ સુરત પોલીસની મોટી કાર્યવાહી, બાળકી પર દુષ્કર્મની ઘટનામાં ફક્ત ૧૩ દિવસમાં જ કોર્ટમાં રજુ કરી ચાર્જશીટ

સુરતના ચોકબજાર વિસ્તારમાં સાડા ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યો હતો અને ફક્ત ૧૩ દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી.

Top Stories Gujarat Surat Breaking News
YouTube Thumbnail 2024 03 11T154937.045 સુરત પોલીસની મોટી કાર્યવાહી, બાળકી પર દુષ્કર્મની ઘટનામાં ફક્ત ૧૩ દિવસમાં જ કોર્ટમાં રજુ કરી ચાર્જશીટ

@ દિવ્યેશ પરમાર

સુરતના ચોકબજાર વિસ્તારમાં સાડા ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યો હતો અને ફક્ત ૧૩ દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. ૪૦૦ પાનાની ચાર્જશીટમાં પોલીસે નવી ટેક્નોલોજીથી મેળવેલા પુરાવાને વધુ પ્રાધાન્ય આપ્યું હતું. બાળકી પર દુષ્કર્મ મામલે તાત્કાલિક કાર્યવાહી થાય તે માટે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવાયો છે.

ઘર પાસે રમતા બાળકી અચાનક થઈ ગુમ

સુરતમાં તારીખ 20 /2/ 2024 ના રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી સાડા ચાર વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી દરમ્યાન અચાનક બાળકી ગુમ થઈ ગઈ હતી. ઘર પાસેથી રમતા-રમતા બાળકી ગુમ થઈ જતા પરિવારના સભ્યોએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી. બાળકીની શોધખોળ ચાલુ હતી ત્યારે બાળકીને એક અજાણ્યો ઈસમ અપહરણ કરી લઈ જતો હોવાનું સીસીટીવી કેમેરામાં નજરે પડ્યું હતું…સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ કરી હતી. જેમાં ભોગ બનનાર બાળકી અખંડ આનંદ કોલેજ પાસે આવેલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી. જેથી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આરોપીને પકડ્યો

પ્રાથમિક દ્રષ્ટિએ બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું નજરે ચડતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને એક અવાવરું જગ્યા પરથી બાળકીના કપડા મળી આવ્યા હતા ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમે બાતમીના આધારે આરોપી અંકિત ઓમ પ્રકાશ ગૌતમને પકડી પાડયો હતો. આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે , છેલ્લા દસેક વર્ષથી સુરત ખાતે એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરે છે અને તારીખ 20 /2 /2024 ના રોજ પોલીસ મથક વિસ્તારમાં ફરતો હોય તે વખતે ભોગ બનનાર બાળકી રમી રહી હતી તે નજરે પડતાં તેને ચોકલેટ ખવડાવવાના બહાને અપહરણ કરી દુષ્કર્મ આચરી તેને છોડીને ભાગી ગયો હતો.

કોર્ટ ચાર્જશીટ કરી રજૂ

પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે ચોકબજાર પોલીસે ૧૩ દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. ૪૦૦ પાનાની ચાર્જશીટમાં પોલીસે નવી ટેક્નોલોજીથી મેળવેલા પુરાવાને વધુ પ્રાધાન્ય આપ્યું હતું. જે સીસીટીવી ફૂટેજ મળ્યા હતા તેમાં દેખાતી વ્યક્તિ અને ધરપકડ કરાયેલો આરોપી એક જ છે તે સાબિત કરવા ગેટ એનાલિસિસ અને ફેસ એનાલિસિસ ટેસ્ટની મદદ લેવાઈ હતી. આ બંને ટેસ્ટ પોઝિટિવ હોવાનું સુરત અને ગાંધીનગરની એફએસએલનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. આ ટેસ્ટને પુરાવા તરીકે મૂકવાની સાથે આરોપીના સ્પર્મ, બ્લડ રિપોર્ટ અને સાંયોગિક પુરાવા પણ રજૂ કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Guj-Board Exam/આજથી ગુજરાત બોર્ડની પરીક્ષા, મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને સફળતા માટે પાઠવી શુભેચ્છા, પોલીસ આપશે વિદ્યાર્થીઓને સુવિધા

આ પણ વાંચો:NDA માં ચંદ્રબાબુ નાયડુની ફરીથી એન્ટ્રી, આંધ્રપ્રદેશમાં ડીલ થઈ ફાઇનલ, જાણો શું છે ફોર્મુલા?

આ પણ વાંચો: Junagadh/જૂનાગઢમાં ગોડાઉન પર દરોડો, દારૂ સાથે રૂ. 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે