Rajasthan News/ નાગૌરથી ખેતરમાં છુપાયેલ 187 બોરી એમોનિયમ નાઈટ્રેટ જપ્ત; સુલેમાન ખાનની ધરપકડ

પ્રજાસત્તાક દિવસે, રાજસ્થાનના નાગૌરમાં ખેતરમાં દરોડા પાડવામાં આવ્યા બાદ 187 બોરીઓમાં પેક કરાયેલ 9,550 કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કરવામાં આવ્યું.

NATIONAL Top Stories India
રાજસ્થાન

Rajasthan News: પ્રજાસત્તાક દિવસ (Republic Day 2026) માટે દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. આ દરમિયાન, રાજસ્થાનના નાગૌર જિલ્લામાંથી સનસનાટીભર્યા સમાચાર આવ્યા છે. પ્રજાસત્તાક દિવસ પહેલા એક મોટી કાર્યવાહીમાં, પોલીસે મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત કર્યા છે.

મળતી માહિતી મુજબ શનિવારે રાત્રે હરસૌર ગામમાં પોલીસે એક ખેતરમાં દરોડો પાડ્યા હતો અને 187 બોરીઓમાં પેક કરેલું 9,550 કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કર્યું હોવાનું જાણવા મળ્યું છે. થાનવાલા પોલીસ સ્ટેશનની પોલીસે સ્થાનિક રહેવાસી સુલેમાન ખાનની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સામે અગાઉ ત્રણ ગુનાહિત કેસ નોંધાયેલા છે.

કેન્દ્રીય એજન્સીઓ પણ પૂછપરછ કરશે

નાગૌરના એસપીએ જણાવ્યુ કે, અત્યાર સુધીની તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપી કાયદેસર અને ગેરકાયદેસર ખાણકામમાં સામેલ લોકોને વિસ્ફોટક સામગ્રી સપ્લાય કરતો હતો. પોલીસના જણાવ્યા મુજબ, કેન્દ્રીય એજન્સીઓને પણ વિસ્ફોટકોની શોધ અંગે જાણ કરવામાં આવી છે. તેઓ પણ આવીને સુલેમાનની પૂછપરછ કરશે.

પોલીસના જણાવ્યા અનુસાર, 9550 કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટ ઉપરાંત, ડેટોનેટરના 9 કાર્ટન, વાદળી અને લાલ ફ્યુઝ વાયરના કુલ 27 કાર્ટન અને 20 બંડલ પણ સ્થળ પરથી મળી આવ્યા છે. બધી સામગ્રી સુરક્ષિત રીતે જપ્ત કરવામાં આવી છે. આરોપીઓ સામે વિસ્ફોટક કાયદાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

આતંકવાદી ઘટનાઓમાં એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ પહેલા પણ થઈ ચૂક્યો છે

તમને જણાવી દઇએ કે અગાઉ 10 નવેમ્બર, 2025 ના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં પણ એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક દિવસ પહેલા, 9 નવેમ્બરના રોજ, આતંકવાદી મોડ્યુલ સંબંધિત દરોડામાં આશરે 3,000 કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટ મળી આવ્યું હતું.


આ પણ વાંચો: 77મા પ્રજાસત્તાક દિવસની દિલ્હીમાં ઐતિહાસિક પરેડ સાથે ઉજવણી

આ પણ વાંચો: પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં અપક્ષ સાંસદ ઉમેશ પટેલ અને પ્રશાસન વચ્ચે આમંત્રણ મુદ્દે વકર્યો વિવાદ

આ પણ વાંચો: રાજસ્થાનના હનુમાનગઢમાં ઇથેનોલ પ્લાન્ટ વિવાદથી હિંસા ભભૂકી, ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ