Not Set/ દિવાળી પહેલા મારુતિની ગ્રાહકોને મોટી ભેટ, ખાસ મોડેલોના ભાવમાં ₹ 5000નો ઘટાડો

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ એ તેના ગ્રાહકો માટે મોટી ઘોષણા કરી છે, જે અનુસાર કંપનીએ અલ્ટો 800, અલ્ટો કે 10, સ્વીફ્ટ ડીઝલ, સેલેરિયો, બલેનો ડીઝલ, ઇગ્નિસ, ડિઝાયર ડીઝલ, ટૂર એસ ડીઝલ, વિટારા બ્રિઝા અને એસ ક્રોસના તમામ વર્ઝનના ભાવ ઘટાડ્યા છે. આ મોડલ્સની કિંમત 2.93 લાખ રૂપિયાથી 11.49 લાખ રૂપિયા છે. મારુતિ […]

Top Stories Tech & Auto
Maruti દિવાળી પહેલા મારુતિની ગ્રાહકોને મોટી ભેટ, ખાસ મોડેલોના ભાવમાં ₹ 5000નો ઘટાડો

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ એ તેના ગ્રાહકો માટે મોટી ઘોષણા કરી છે, જે અનુસાર કંપનીએ અલ્ટો 800, અલ્ટો કે 10, સ્વીફ્ટ ડીઝલ, સેલેરિયો, બલેનો ડીઝલ, ઇગ્નિસ, ડિઝાયર ડીઝલ, ટૂર એસ ડીઝલ, વિટારા બ્રિઝા અને એસ ક્રોસના તમામ વર્ઝનના ભાવ ઘટાડ્યા છે. આ મોડલ્સની કિંમત 2.93 લાખ રૂપિયાથી 11.49 લાખ રૂપિયા છે.

મારુતિ સુઝુકીએ પસંદગીના ખાસ મોડેલ પર પાંચ હજાર રૂપિયાના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે. નવી કિંમતો દેશભરમાં 25 સપ્ટેમ્બરથી લાગુ થશે.

દિવાળી પહેલા મારુતિની ગ્રાહકોને મોટી ભેટ, ખાસ મોડેલોના ભાવમાં ₹ 5000નો ઘટાડો

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે,  અલ્ટો 800, અલ્ટો કે 10, સ્વીફ્ટ ડીઝલ, સેલેરિયો, બલેનો ડીઝલ, ઇગ્નિસ, ડિઝાયર ડીઝલ, ટૂર એસ ડીઝલ, વિટારા બ્રિજા અને એસ ક્રોસના તમામ વર્ઝનના ભાવ ઘટાડવામાં આવ્યા છે. આ મમોડેલ્સની કિંમત 2.93 લાખ રૂપિયાથી 11.49 લાખ રૂપિયા છે.

કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ ઘટાડો પહેલાથી આપવામાં આવતી ઑફર્સ ઉપરાંતનો છે. કંપનીએ કહ્યું કે તે આ ઘટાડા દ્વારા ગ્રાહકો પાસેથી ખરીદી વધારવાની આશા રાખે છે. આ તહેવારોની સીઝન પહેલા ગ્રાહકોની ધારણાને મજબૂત બનાવશે.

MarutiSuzukiAlto 346559273 6 દિવાળી પહેલા મારુતિની ગ્રાહકોને મોટી ભેટ, ખાસ મોડેલોના ભાવમાં ₹ 5000નો ઘટાડો

ઉલ્લેખનીય છે કે, મારુતિ સુઝુકીએ 20 સપ્ટેમ્બરના રોજ આર્થિક વિકાસ અને રોકાણને વેગ આપવાના હેતુથી કંપનીઓ માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવાની જાહેરાત કરી તે અનુસંધાને મારુતિ દ્વારા પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરી. સરકારે નવો કોર્પોરેટ ટેક્સ 25.17 ટકા નક્કી કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.