Vaishno Devi/ માતા વૈષ્ણો દેવીના ભક્તો માટે મોટા સમાચાર,હવે પ્રસાદમાં મળશે આ ખાસ નિશાની

જમ્મુ અને કાશ્મીરમાં માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા તેના પ્રકારની પ્રથમ પહેલમાં, માતા વૈષ્ણોદેવીની મુલાકાત લેનારા શ્રદ્ધાળુઓને પ્રસાદ તરીકે એક છોડ આપવામાં આવશે.

India Top Stories
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 05 18T151312.295 માતા વૈષ્ણો દેવીના ભક્તો માટે મોટા સમાચાર,હવે પ્રસાદમાં મળશે આ ખાસ નિશાની

જમ્મુ અને કાશ્મીરમાં માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા તેના પ્રકારની પ્રથમ પહેલમાં, માતા વૈષ્ણોદેવીની મુલાકાત લેનારા શ્રદ્ધાળુઓને પ્રસાદ તરીકે એક છોડ આપવામાં આવશે. માતા વૈષ્ણો દેવીનું આ મંદિર રાજ્યના રિયાસી જિલ્લામાં કટરા શહેરની ત્રિકુટા પહાડીઓ પર આવેલું છે.

માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના સહાયક વન સંરક્ષક વિનય ખજુરિયાએ જણાવ્યું હતું કે, “નિહારિકા ભવન ખાતે એક કિઓસ્ક સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે ભક્તોને ‘પ્રસાદ’ તરીકે રોપાઓ પ્રદાન કરશે જેથી તેઓ તેને માતા વૈષ્ણોદેવીને અર્પણ કરી શકે. પાછા ફરવા પર તેમના વતન પર આશીર્વાદ તરીકે વાવેતર કરી શકાય છે.

તેમને કહ્યું કે લોકોને વધુને વધુ વૃક્ષો વાવવા અને પૃથ્વીને હવામાન પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગથી બચાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ પહેલ કરવામાં આવી છે. તેમણે કહ્યું, “નિયત લક્ષ્‍યાંક મુજબ દર વર્ષે ફ્લોરીકલ્ચરના લગભગ બે થી ત્રણ લાખ છોડ અને એક લાખથી વધુ વન જાતિઓનું વાવેતર કરવામાં આવે છે.”

“આગામી થોડા દિવસોમાં, બોર્ડ ઔપચારિક રીતે વૈષ્ણો દેવી મંદિરની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓને પ્રસાદ તરીકે રોપા આપવાનું શરૂ કરશે,” તેમણે કહ્યું. માતા રાણીના આશીર્વાદ તરીકે ભક્તો પોતાની સાથે રોપા લઈ શકે છે.ઉલ્લેખનીય છે કે કટરા નજીકના પંથલ વિસ્તારના કુનિયા ગામમાં શ્રાઈન બોર્ડ દ્વારા ખાસ કરીને હાઈટેક નર્સરીની સ્થાપના કરવામાં આવી છે. દર વર્ષે લગભગ એક કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફા મંદિરના દર્શન કરવા માટે કટરા આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘સ્વાતિ માલીવાલ બની ભાજપનું પ્યાદુ અનેક દિવસોથી છે નેતાઓના સંપર્કમાં’ AAP નેતા આતિશીનો ગંભીર આક્ષેપ

આ પણ વાંચો:ચારધામના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર, ભીડને જોતા લેવાયો મોટો નિર્ણય

આ પણ વાંચો:રાહુલ ગાંધી આજે દિલ્હીમાં રામલીલા મેદાનમાં કરશે ચૂંટણી પ્રચાર, કેજરીવાલની ગેરહાજરીથી ઉઠ્યા પ્રશ્નો