Rajkot News: રાજકોટ (Rajkot) એસએમસીએ (State Moitoring Cell) ગોંડલ તાલુકાનાં (Gondal Taluka) ભોજપુરા ગામમાં રામાપીર મંદિર પાસે 1000 થી વધુની દારૂની બોટલ કબ્જે કરી કુલ રૂપિયા 7 લાખથી વધુનો માલ ઝડપી પાડ્યો છે. 5 ઈસમોને વોન્ટેડ જાહેર કરાયા છે.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દરરોજ દારૂની હેરાફેરીના કિસ્સા સામે આવે છે્. પરંતુ ગુજરાત પોલીસ (Gujarat Police) રાજ્યને દારૂમુક્ત રાખવા કટિબદ્ધ જણાઈ રહી છે. રાજકોટ જીલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલે ગોંડલ તાલુકામાં ભોજપુરા ગામમાં બાતમીના આધારે રામાપીર મંદિર પાસે વોચ રાખી હતી, દરમિયાન એક વાહન ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. શંકાના આધારે એસએમસીએ પોલીસે પીકઅપવાનને ઝડપી 5 ઈસમોને ઝડપવાનો પ્રાસ કર્યો હતો. જોકે, 5 ઈસમો ત્યાંથી નાસી છુટ્યા હતા.
એસએમસીએ દારૂની 1418 બોટલ કબ્જે કરી છે, જેની કિંમત રૂપિયા 4 લાખ 98 હજાર 707 રૂપિયા છે. વધુમાં એક પીકઅપ વાનને પણ ઝડપી છે જેની કિંમત રૂપિયા 3 લાખ થાય છે. કુલ 7 લાખ 98 હજાર 707 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
થોડા દિવસ અગાઉ સોલામાં એસ.જી.હાઈવે પર ભાગવત વિદ્યાપીઠ બ્રિજ નીચેથી કારમાં દારૂ ભરીને વઈ જવાતો હોવાની માહિતી એસએમસીના અધિકારીઓને મળી હતી. જેથી બાતમીના આધારે એસએમસીએ બ્રિજ પાસે જાળ બિછાવી હતી. જેમાં પોલીસે કાર અટકાવીને તેમાંથી રૂપિયા 2 લાખ 36 હજાર 700 ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસે દારૂ અને કાર મળીને કુલ રૂપિયા 10 લાખ 66 હજાર 700ની કિંમતનો મુદ્દામાલ ઝડપ્યો છે.
બનાસકાંઠામાં અમીરગઢ પાસે કોરોના હોટલ નજીક એસએમસીએ બાતમીના આધારે જાળ બિછાવીને આરોપીને ઝડપવાની કવાયત હાથ ધરી હતી. રેઈડ કરતા કારમાં અંદરથી રૂપિયા 1 લાખ 65 હજાર 244ની કિંમતનો દારૂ, મોબાઈલ, રોકડ અને કાર મળીને કુલ રૂપિયા 6 લાખ 70 હજાર 344નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમાં એસએમસીએ બનાસકાંઠાના દારૂનો ધંધો કરનારા મુખ્ય આરોપી મહેશ્વરા વી. વાઘેલાની ધરપકડ કરી હતી. જ્યારે પાંચ ફરાર આરોપીની શોધ હાથ ધરી હતી.
આ પણ વાંચો:બનાસકાંઠામાં દારૂના જથ્થા સાથે 6.70 લાખનો મુદ્દામાલ કબજે
આ પણ વાંચો:સોલામાં ભાગવત બ્રિજ નીચેથી દારૂના જથ્થા સાથે 10.66 લાખનો મુદ્દામાલ કબજે
