NEET Paper Leak Case/ NEET કેસમાં મોટો ખુલાસો, ઝારખંડમાંથી પેપર લીક થયું, 6 લોકોની અટકાયત

NEET પરીક્ષાના વિવાદમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, NEET પરીક્ષાનું પેપર ઝારખંડમાંથી લીક થયું હતું. પરીક્ષાના વિવાદમાં પોલીસે શનિવારે દેવઘરથી 6 લોકોની અટકાયત કરી હતી.

Top Stories India
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 06 22T185117.215 NEET કેસમાં મોટો ખુલાસો, ઝારખંડમાંથી પેપર લીક થયું, 6 લોકોની અટકાયત

NEET પરીક્ષાના વિવાદમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. માહિતી અનુસાર, NEET પરીક્ષાનું પેપર ઝારખંડમાંથી લીક થયું હતું. પરીક્ષાના વિવાદમાં પોલીસે શનિવારે દેવઘરથી 6 લોકોની અટકાયત કરી હતી. પોલીસ બળી ગયેલા કાગળ અને બુકલેટ લઈને દિલ્હી ગઈ છે. જોકે પોલીસ તેમની પૂછપરછ કરશે. અહીં શિક્ષણ મંત્રાલયે 7 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની જાહેરાત કરી હતી.

NEET પેપર લીકને લઈને સરકાર એક્શન મોડમાં છે. NEETનું પેપર ઝારખંડમાંથી જ લીક થયું હોવાના પુરાવા મળ્યા છે. પોલીસને માહિતી મળી હતી કે પેપર કેટલાક વિદ્યાર્થીઓ અને કેન્દ્ર સુધી પહોંચી ગયું છે અને તેને યાદ કરવામાં આવી રહ્યું છે. જ્યારે પોલીસ કેન્દ્ર પર પહોંચી, ત્યારે બળી ગયેલા કાગળ મળી આવ્યા અને પુસ્તિકા નંબર 6136488 મળી આવી. જાણકારી અનુસાર,આ બુકલેટ હજારીબાગના એક સેન્ટરની છે. જેના પરથી એવું માનવામાં આવે છે કે ઝારખંડમાંથી જ પેપર લીક થયું હતું.

સરકારે એક સમિતિની રચના કરી

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) અને UGC-NET પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ચર્ચા ચાલી રહી છે અને આ બાબત સુપ્રીમ કોર્ટમાં વિચારણા હેઠળ છે. સરકારે કહ્યું છે કે તે વિદ્યાર્થીઓના હિત સાથે કોઈપણ રીતે ચેડા થવા દેશે નહીં.

આ સંદર્ભમાં જ આ સમિતિની રચના કરવામાં આવી છે. ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ અને આઈઆઈટી કાનપુરના ભૂતપૂર્વ ડિરેક્ટર કે. રાધાકૃષ્ણન તેના પ્રમુખ હશે. આ સમિતિ 2 મહિનામાં શિક્ષણ મંત્રાલયને રિપોર્ટ સોંપશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા દેશમાં પેપર લીક વિરોધી કાયદો લાગૂ

આ પણ વાંચો: વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર! NTAની આ મોટી પરીક્ષા પણ સ્થગિત

આ પણ વાંચો:શિક્ષણ મંત્રાલયે ઉચ્ચ સ્તરીય પેનલની કરી રચના, 2 મહિનામાં સરકારને સોંપશે રિપોર્ટ