ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્નના મૃત્યુના એક વર્ષ બાદ ડોક્ટરોએ મોટો ખુલાસો કરતા દાવો કર્યો છે કે તેમના મૃત્યુનું કારણ કોવિડ-19 રસી હોઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વોર્ને જે રસી લીધી હતી તેના બે ડોઝથી હૃદય સંબંધિત બીમારીઓ વધી શકે છે. આવી સ્થિતિમાં આ રસી તેમના મૃત્યુનું કારણ બની શકે છે. આપને જણાવી દઈએ કે, વોર્ન રજાઓ ગાળવા થાઈલેન્ડ ગયો હતો, જ્યાં અચાનક હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ થયું હતું. વોર્નના મૃત્યુના સમાચાર સાંભળીને સમગ્ર રમત જગત આઘાતમાં છે.
શેન વોર્ન દ્વારા કઈ રસી લેવામાં આવી હતી?
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, વોર્ને તેમના મૃત્યુના 9 મહિના પછી mRNA રસીનો ડોઝ લીધો હતો. આ રસીથી હૃદય સંબંધિત રોગોમાં વધારો થાય છે. આ કારણે એક ઓસ્ટ્રેલિયન ડોક્ટર અને ભારતીય મૂળના બ્રિટિશ કાર્ડિયોલોજિસ્ટનું માનવું છે કે વોર્નના મૃત્યુનું કારણ કોરોના રસી હોઈ શકે છે.
કાર્ડિયોલોજિસ્ટ ડો. અસીમ મલ્હોત્રા અને ડો. ક્રિસ નીલે જણાવ્યું હતું કે COVID mRNA રસી કોરોનરી રોગના ઝડપથી ફેલાવાનું કારણ બની શકે છે. ખાસ કરીને એવા લોકોમાં જેમને પહેલાથી જ કોઈ હૃદય રોગ છે.
એક રિપોર્ટ અનુસાર, ડો. મલ્હોત્રાએ કહ્યું, ‘પૂર્વ ઑસ્ટ્રેલિયન ખેલાડી શેન વૉર્નને 52 વર્ષની ઉંમરે અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. જોકે, બધા જાણે છે કે વોર્નની જીવનશૈલી બહુ સ્વસ્થ ન હતી. તે ધૂમ્રપાન કરતો હતો અને તેનું વજન પણ વધારે હતું. મારા પિતાનું પણ ફાઈઝર રસીના બે ડોઝ લીધા પછી અવસાન થયું અને રસી પછી તેમનો હૃદય રોગ ઝડપથી વિકસ્યો.
આ પણ વાંચો:ભારતે ફૂટબોલના SAFF કપમાં પાકિસ્તાનને 4-0થી હરાવ્યું
આ પણ વાંચો:ભારતીય ટીમે વિદેશી ધરતી પર રચ્યો ઈતિહાસ,બાંગ્લાદેશને હરાવી એશિયા કપ જીત્યો
આ પણ વાંચો:ભારત-પાકિસ્તાન મેચમાં તંગદિલી,પાકિસ્તાની ખેલાડીઓ ભારતના કોચ સાથે બાખડ્યા,રેફરીએ રેડ કાર્ડ બતાવ્યો
આ પણ વાંચો:એશિઝની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને બે વિકેટથી હરાવ્યું,કમિન્સ અને લિયોને 55 રનની
આ પણ વાંચો:ઓસ્ટ્રેલિયાના ઉસ્માન ખ્વાજાએ બનાવ્યો અનોખો રેકોર્ડ, તમામ પાંચ દિવસ રમનાર બેટસમેન બન્યો