Entertenment/ અક્ષય કુમારને મોટો આંચકો, ‘સેલ્ફી’ રિલીઝ થતાં જ HD પ્રિન્ટમાં થઈ લીક

અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી સ્ટારર ફિલ્મ ‘સેલ્ફી’ આજે 24 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ જોડીને પહેલીવાર સ્ક્રીન પર એકસાથે જોવા માટે ચાહકોમાં ભારે ઉત્સાહ છે

Trending Entertainment
Selfie leaked

Selfie leaked: અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી સ્ટારર ફિલ્મ ‘સેલ્ફી’ આજે 24 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ જોડીને પહેલીવાર સ્ક્રીન પર એકસાથે જોવા માટે ચાહકોમાં ભારે ઉત્સાહ છે. જોકે ફિલ્મ રિલીઝ થયાને થોડા જ કલાકો થયા છે કે મેકર્સને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં ફિલ્મ રિલીઝના દિવસે જ પાયરસીનો શિકાર બની છે.

અક્ષય-ઈમરાનની ‘સેલ્ફી’ ઓનલાઈન લીક થઈ

‘સેલ્ફી’ રિલીઝ થયાના થોડા કલાકો પછી લીક થવાથી (Selfie leaked) ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનમાં ઘટાડો થઈ શકે છે. અક્ષય-ઇમરાન સ્ટારર ફિલ્મ Filmyzilla, Tamilrockers, Telegram, Movierulz અને અન્ય ટોરેન્ટ સાઇટ્સ પર ફુલ HD પ્રિન્ટમાં ઓનલાઇન લીક કરવામાં આવી છે. આ સાથે જ ‘સેલ્ફી’ રિલીઝના દિવસે જ પાયરસીનો શિકાર બનેલી લેટેસ્ટ ફિલ્મ બની ગઈ છે.

‘સેલ્ફી’ મલયાલમ ફિલ્મની રિમેક છે

રાજ મહેતા દ્વારા નિર્દેશિત ફિલ્મ સેલ્ફી મલયાલમ ફિલ્મ ‘ડ્રાઈવિંગ લાઇસન્સ’ની સત્તાવાર હિન્દી રિમેક છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી ઉપરાંત ડાયના પેન્ટી અને નુસરત ભરૂચાએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં અક્ષય એક સુપરસ્ટારની ભૂમિકામાં છે જ્યારે ઈમરાન સુપરસ્ટારના ચાહકની ભૂમિકામાં છે જે પોલીસ પણ છે. બંને વચ્ચે કંઈક એવું બને છે કે તેઓ એકબીજાની વિરુદ્ધ થઈ જાય છે.

બધાની નજર ‘સેલ્ફી’ પર છે

અત્યારે બધાની નજર ‘સેલ્ફી’ પર છે કારણ કે તે અક્ષય કુમારની 2023ની પહેલી ફિલ્મ છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ખિલાડી કુમારની બેક ટુ બેક ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. આવી સ્થિતિમાં સેલ્ફી પાસેથી ઘણી અપેક્ષા રાખવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ દર્શકોના માપદંડ પર કેટલી ખરી ઉતરે છે અને કેટલી કલેક્શન કરી શકે છે.

અક્ષય કુમારની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, અભિનેતા ટૂંક સમયમાં ટાઇગર શ્રોફ સાથે ‘બડે મિયાં છોટે મિયાં’માં જોવા મળશે. અક્ષયે પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી સાથે ‘હેરા ફેરી 3’નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.