Not Set/ #BiggBoss13/ ફિનાલે પહેલા આ કન્ટેસ્ટન્ટે છોડ્યો શો, નામ જાણી ચોંકી જશો

બિગ બોસ સીઝન-13 એન્ટરટેઇનમેન્ટની દ્રષ્ટિએ ખૂબ જ સારો રહ્યો છે. સીઝન 13 ને લોકો બાકીની સીઝન કરતા વધારે પસંદ કરી રહ્યા છે. ઉપરાંત, બિગ બોસની સીઝન 13 ઘણી લાંબી રહી છે. સપ્ટેમ્બર 2019 માં શરૂ થયેલ રિયાલિટી શો લગભગ પાંચ મહિના પછી સમાપ્ત થવા જઈ રહ્યો છે. આજે એટલે કે 15 ફેબ્રુઆરીએ શોનો ગ્રાન્ડ ફિનાલે […]

Uncategorized
bigg boss 13 #BiggBoss13/ ફિનાલે પહેલા આ કન્ટેસ્ટન્ટે છોડ્યો શો, નામ જાણી ચોંકી જશો

બિગ બોસ સીઝન-13 એન્ટરટેઇનમેન્ટની દ્રષ્ટિએ ખૂબ જ સારો રહ્યો છે. સીઝન 13 ને લોકો બાકીની સીઝન કરતા વધારે પસંદ કરી રહ્યા છે. ઉપરાંત, બિગ બોસની સીઝન 13 ઘણી લાંબી રહી છે. સપ્ટેમ્બર 2019 માં શરૂ થયેલ રિયાલિટી શો લગભગ પાંચ મહિના પછી સમાપ્ત થવા જઈ રહ્યો છે. આજે એટલે કે 15 ફેબ્રુઆરીએ શોનો ગ્રાન્ડ ફિનાલે છે. આવી સ્થિતિમાં શોના વિજેતાને લઈને અનેક અટકળો થઈ રહી છે.

Image result for bigg boss 13 paras chhabra

તેમ છતાં, તે ચોક્કસ છે કે સિદ્ધાર્થ શુક્લા, અસીમ રિયાઝ, રશ્મિ દેસાઇ, શહનાઝ ગિલ અને આરતી સિંઘમાંથી માત્ર એક ‘બિગ બોસ’નો વિજેતા બનશે. પરંતુ પારસનું નામ ટોચનાં 5 સ્પર્ધકોમાં શામેલ નથી. આ કારણ છે કે તેણે આ શો છોડી દીધો છે. બિગ બોસનાં ઘરની તેમની યાત્રા ફિનાલે પૂર્વે જ સમાપ્ત થઈ ગઈ છે. સ્પોટબોયનાં અહેવાલ મુજબ, પારસ છાબરા 10 લાખ રૂપિયા સાથે શો માંથી બહાર નીકળી ગયો છે.

Image result for bigg boss 13 paras chhabra

દર સીઝનની જેમ આ વખતે પણ બિગ બોસનાં ઘરે પૈસાની બેગ લાવવામાં આવી હતી અને તમામ સ્પર્ધકોને તક આપવામાં આવી હતી કે જો તેઓ ઇચ્છે તો તે પૈસાને લઇને શો માંથી બહાર આવી શકે છે. આવી સ્થિતિમાં, પારસ છાબરા આગળ આવ્યો અને પૈસા લઇને આ શો છોડી દેવાનું વધુ સારું સમજ્યું. 10 લાખ રૂપિયા લઈને તે ફિનાલેથી બહાર નીકળી ગયો.

Image result for bigg boss 13 paras chhabra

અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે અસીમ રિયાઝે આ નાણાં સાથે શો છોડી દેવાનો નિર્ણય લીધો છે, પરંતુ તેમની ટીમે આવી તમામ અટકળોને નકારી કાઠી હતી અને કહ્યું હતું કે આ પૈસા પારસ છાબરાએ લીધા છે અસીમે નહીં. હવે પારસે ફિનાલેથી ઠીક પહેલા જ શો છોડી દેવાનું કેમ નક્કી કર્યું, તે કહેવું મુશ્કેલ છે. પરંતુ થોડા દિવસો પહેલા શોમાં તેની સૌથી નજીક રહેલી માહિરા શર્મા શો ની બહાર નીકળી ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.