Not Set/ ઝીણાનું જીન ફરી ઘુણ્યું – કોંગ્રેસે કહ્યું, મઝાર પર માથું ટેકવી આવે ભાજપનાં નેતાઓ અને સવાલ અમને ?

બિહારની ચૂંટણીમાં ઝીણા વિવાદ ફરી એકવાર શરૂ થયો છે. કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ જાલેના કોંગ્રેસના ઉમેદવાર ઝીણાવાદી હોવાના આક્ષેપોને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે.

Top Stories India
BJP government tampering the fate of youth in government jobs: Shaktisinh

બિહારની ચૂંટણીમાં ઝીણા વિવાદ ફરી એકવાર શરૂ થયો છે. કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ જાલેના કોંગ્રેસના ઉમેદવાર ઝીણાવાદી હોવાના આક્ષેપોને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા સુરજેવાલાએ કહ્યું કે એએમયુના પ્રમુખ હતા ત્યારે તેમણે વડા પ્રધાનને પત્ર લખીને એએમયુ, સંસદ અને મુંબઈ હાઈકોર્ટમાંથી ઝીણાના ફોટોને હટાવવાની માંગ કરી હતી, પરંતુ આજદિન સુધી તેનો કોઈ જવાબ મળ્યો નથી. સુરજેવાલાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે ભાજપના અધ્યક્ષ અને ઝીણાની સમાધિ પર માથુ નમાવી આવે છે અને તો પણ ઉલટાનાં સવાલો અમને પૂછવામાં આવે છે ?

કોંગ્રેસના ઉમેદવાર ઝીણા તરફી હોવાનો આક્ષેપ 
તમને જણાવી દઈએ કે બિહાર વિધાનસભાની ચૂંટણી 2020 માં ઝીણાનું જીન પાછું ફર્યો છે. ઝીણાના જીન ઉપર કોંગ્રેસ અને ભાજપમાં તલવારો ખેંચાઇ ગઇ હોવા જેવો ક્યાસ જોવામાં આવી રહ્યો છે. રાજકીય આરોપોનો દોર શરૂ થયો છે. હકીકતમાં બિહારની જાલે વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મુસ્કુર ઉસ્માનીને લઈને કોંગ્રેસ અને ભાજપમાં રાજકીય લડત શરૂ થઈ છે. ભાજપે કોંગ્રેસના ઉમેદવારને ઝીણાનાં સમર્થક હોવાનો આક્ષેપ કર્યો છે.

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે દાવો કર્યો છે કે ઉસ્માની જ્યારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનમાં હતા તે વખતે ઝીણાનાં ફોટો લગાવવામાં આવ્યો હતો. જ્યારે આ યુનિવર્સિટીમાંથી ઝીણાની તસવીર હટાવવામાં આવી ત્યારે તેણે ઘણો વિવાદ સર્જ્યો હતો. તેની સામે કાદેસરની કાર્યવાહી કરવામાં આવી અને તેની ઓફિસમાં રેડ પાડવામાં આવી હતી ત્યારે તેની ઓફિસમાથી પણ ઝીણાના ફોટો મળ્યા હતા.

માનવામાં આવે છે કે ઋષિ મિશ્રાને કોંગ્રેસની ટિકિટ આપવા નો ઇનકાર કરવામાં આવ્યો તે માટે આ મુદ્દો પ્રચારમાં લાવવામાં આવ્યો છે. મિશ્રાએ જાલેની બેઠકને ધ્યાનમાં લઈને ઝીણાવાદીને બદલે ગાંધીવાદીને ટિકિટ આપવાનું કહ્યું હતું. કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે કોંગ્રેસને સવાલ કર્યો હતો કે તે દેશને કયા માર્ગે લઇ જવા માંગે છે. ભારતે કદી ઝીણાને ટેકો નથી આપ્યો. કોંગ્રેસના આ પગલાથી સ્પષ્ટ થઈ ગયું કે તેમણે ક્યારનો ગાંધીનો માર્ગ છોડી દીધો છે. તેમણે ગાંધીને માત્ર સત્તામાં રહેવા માટે નામ આપ્યું.

બીજી તરફ કોંગ્રેસના બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલ અને રાજ્ય પ્રવક્તા હરખુ ઝાએ ગિરિરાજસિંહના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. શ્રી ગોહિલે લાલકૃષ્ણ અડવાણીનું નામ લીધા વિના કહ્યું છે કે ભાજપના મોટા નેતાઓ ઝીણાના સમર્થક છે. તે જ સમયે, હરખુ ઝાએ કહ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક શહેર ભોપાલથી હિન્દુ ઉગ્રવાદી સંગઠનના નેતા અને માલેગાંવ કૌભાંડનાં આરોપી એવા પ્રજ્ઞા ઠાકુરને ભાજપે ઉમેદવાર બનાવ્યા અને લોકશાહીના મંદિર સમા લોકસભાને પ્રથમ નિશાન બનાવ્યું હતું. રાષ્ટ્રપિતાના હત્યારા નથુરામ ગોડસેને આદર્શ માનનારા ભાજપનાં નેતાઓ આવા આક્ષેપો કરવા માટે હકદાર નથી.

દેશમાં ઝીણાનું શું કામ છે. કોંગ્રેસ અને તેજસ્વી યાદવને કહો કે તેમનો સ્ટાર પ્રચારક ઝીણા નહીં બને. કોંગ્રેસે જે રીતે ઝીણાના સમર્થકને ઉમેદવાર બનાવ્યા છે, તે ઝીણાના નામે મત માંગશે. – ગિરિરાજ સિંઘ, કેન્દ્રીય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા

ભાજપના મોટા નેતાઓ ઝીણાના સમર્થક છે. તે ઝીણાની સમાધિ પર માંથુ પણ નમાવી આવ્યા છે. સાથે જ ત્યાંથી પાછા ફર્યા બાદ તેમણે ઝીણાની પ્રશંસા પણ કરી હતી. – શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના બિહાર પ્રભારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook,Twitter,Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….