કોરોના/ બિહારના નાયબ મુખ્યમંત્રી કોરોના સંક્રમિત,PM મોદીના કાર્યક્રમમાં હાજર રહેશે નહીં

બિહારના ડેપ્યુટી સીએમ તાર કિશોર પ્રસાદ કોરોનાથી સંક્રમિત થયા છે. હવે એવી પૂરી શક્યતા છે કે તેઓ આજે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં હાજરી નહીં આપે.

Top Stories India
3 31 બિહારના નાયબ મુખ્યમંત્રી કોરોના સંક્રમિત,PM મોદીના કાર્યક્રમમાં હાજર રહેશે નહીં

બિહારના ડેપ્યુટી સીએમ તાર કિશોર પ્રસાદ કોરોનાથી સંક્રમિત થયા છે. હવે એવી પૂરી શક્યતા છે કે તેઓ આજે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં હાજરી નહીં આપે.ઉલ્લેખનીય છે કે  સોમવારે મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રી તાર કિશોર પ્રસાદનો એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે તેના RTPCR રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

નોંધનીય છે કે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસીય બિહાર પ્રવાસે આવી રહ્યા છે. PM લગભગ 5.15 વાગ્યે પટના પહોંચશે. આ પછી, તેઓ બિહાર વિધાનસભાના સમાપન સમારોહમાં હાજરી આપવા માટે વિધાનસભા જશે. વડાપ્રધાન સાંજે 7 વાગે દિલ્હી પરત ફરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દોઢ વર્ષના લાંબા અંતરાલ બાદ બિહાર જઈ રહ્યા છે. બિહારમાં ઓક્ટોબર-નવેમ્બર 2020માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બિહારની આ પ્રથમ મુલાકાત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દેવઘર અને પટના મુલાકાતને ધ્યાનમાં રાખીને, બંને શહેરોમાં વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.આજે પીએમ મોદી પણ ઝારખંડ જવાના છે. વડાપ્રધાન દેવઘરમાં એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાના છે. આજે દેવઘર પહોંચી રહેલા પીએમ મોદી શહેરમાં લગભગ ચાર કલાક રોકાવાના છે. દેવઘરની તેમની ટૂંકી મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવઘર એરપોર્ટ તેમજ અન્ય ઘણા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન તેમના દેવઘર પ્રવાસ દરમિયાન રાંચી રેલ્વે સ્ટેશન પ્રોજેક્ટ, દેવઘર એઈમ્સનું ઉદ્ઘાટન પણ કરશે.