Not Set/ બિલ ગેટ્સ પર ચોંકાવનારો ખુલાસો, ડાન્સરને બોલાવીને કરતા હતા ન્યૂડ પૂલ પાર્ટી

વિશ્વનાં સૌથી મોટા અબજોપતિ અને માઇક્રોસોફ્ટનાં સ્થાપક બિલ ગેટ્સ વિશે એક એવો ખુલાસો થયો છે જે તેમની સૌમ્ય છબી સાથે બિલકૂલ બંધબેસતો નથી.

World
11 36 બિલ ગેટ્સ પર ચોંકાવનારો ખુલાસો, ડાન્સરને બોલાવીને કરતા હતા ન્યૂડ પૂલ પાર્ટી

વિશ્વનાં સૌથી મોટા અબજોપતિ અને માઇક્રોસોફ્ટનાં સ્થાપક બિલ ગેટ્સ વિશે એક એવો ખુલાસો થયો છે જે તેમની સૌમ્ય છબી સાથે બિલકૂલ બંધબેસતો નથી. માઇક્રોસોફ્ટની અંદર કામ કરતા કેટલાક કર્મચારીઓ અને તેમના બાયોગ્રાફરે એવો ઘટસ્ફોટ કર્યો છે જે કોઈનાં પણ મનને હચમચાવી શકે છે. કોઈ કલ્પના પણ કરી શકતું નથી કે બિલ ગેટ્સ આવુ કઇક કરી શકે છે.

11 37 બિલ ગેટ્સ પર ચોંકાવનારો ખુલાસો, ડાન્સરને બોલાવીને કરતા હતા ન્યૂડ પૂલ પાર્ટી

રાજકારણ / દેશ પર પડી રહેલી મોંઘવારીની માર પર રાહુલનો PM મોદીને ટ્વીટ મારફતે કટાક્ષ

માઇક્રોસોફ્ટનાં સહ-સ્થાપક બિલ ગેટ્સે જ્યારથી તેમની પત્ની મેલિન્ડા ગેટ્સને છૂટાછેડા આપવાનો નિર્ણય કર્યો છે, ત્યારથી તેમના અંગત જીવનનાં ઘણા ચેપ્ટર પ્રકાશમાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં બિલ ગેટ્સ વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે, બિલ ગેટ્સનાં એકસ્ટ્રા મેરિટલ અફેર એક અબજોપતિ જેફરી એપસ્ટીન સાથે ચાલી રહ્યા હતા. હવે બિલ ગેટ્સનાં સ્વભાવ અને તેમની હરકતોને લઇને ઘણા સનસનાટીભર્યા ખુલાસા થયા છે. બિલ ગેટ્સ પર બે પુસ્તકો લખી ચૂકેલા જેમ્સ વાલેસે કહ્યું હતું કે, જ્યારે તેઓ કામથી ફ્રી થતા હતા ત્યારે ઘણી વાર પાર્ટીઓ કરતા હતા. તે લોકલ ન્યૂડ ક્લબનાં ડાન્સર્સને આમંત્રિત કરતા અને તેમની સાથે પાર્ટી કરતા અને તેમના નજીકનાં મિત્રોને પણ આમંત્રિત કરતા હતા.

11 38 બિલ ગેટ્સ પર ચોંકાવનારો ખુલાસો, ડાન્સરને બોલાવીને કરતા હતા ન્યૂડ પૂલ પાર્ટી

સુનંદા પુષ્કર કેસ / શશી થરૂરની પત્નીનાં મોત મામલે આજે સુનાવણી, થરૂરની વધી શકે છે મુશ્કેલીઓ

તેમણે કહ્યું કે, બિલ ગેટ્સ ખૂબ દારૂ પીતા હતા અને જલ્દી જ નશામાં આવી જતા હતા. તે ઘણી વાર એક્સક્લુઝિવ પાર્ટીઓમાં જતા અને પછી ત્યાં મોજ મસ્તી કરતા હતા. તેમની પીઆર કંપનીઓ તેમની આ છબીને હેન્ડલ કરતી હતી. ઇનસાઇડર સાથેની વાતચીત દરમ્યાન માઇક્રોસોફ્ટનાં બોર્ડ સભ્ય મારિયા ક્લેવે બિલ ગેટ્સને ખૂબ ગુસ્સો ધરાવતા વ્યક્તિ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, તે તેમના કર્મચારીઓ પર ચીસો પાડવાની તકો શોધતા રહેતા હતા. તેમણે કહ્યું કે, બિલ ગેટ્સને લાગે છે કે તેમના પર સામાન્ય કાયદો લાગુ પડતો નથી. તે ખૂબ જ ઘમંડી વ્યક્તિ છે, જે પોતાને શ્રેષ્ઠ અને હોશિયાર માને છે. તેમણે કહ્યું હતું કે બિલ ગેટ્સ વારંવાર પોતાના કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર કરતા હતા અને તેમની સામે ચીસો પાડતા હતા. ઘણીવાર મીટિંગ દરમ્યાન બિલ ગેટ્સ લોકો પર ગુસ્સે થતા અને ચીસો પાડતા. તેમને વિવિધતા ગમતી નહોતી.

11 39 બિલ ગેટ્સ પર ચોંકાવનારો ખુલાસો, ડાન્સરને બોલાવીને કરતા હતા ન્યૂડ પૂલ પાર્ટી

હાય ગરમી / દિલ્હીમાં જુલાઈની શરૂઆત રહી ગરમ, તૂટ્યો 90 વર્ષનો રેકોર્ડ

વટલ સ્ટ્રીટ જર્નલનાં એક અહેવાલમાં જણાવાયું છે કે, બિલ ગેટ્સ તેમની કંપનીમાં કામ કરતી મહિલા કર્મચારીઓનું જાતીય શોષણ કરતા હતા. તે તેમની સાથે ગંદા કામ કરતા હતા. વર્ષ 2019 માં, એક મહિલા કર્મચારીએ મીટૂ આંદોલન દરમ્યાન બિલ ગેટ્સ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ બિલ ગેટ્સે માઇક્રોસોફ્ટનાં બોર્ડ પદેથી રાજીનામું આપ્યું હતું. વળી, બિઝનેસ ઇનસાઇડરે તેમના અહેવાલમાં લખ્યું છે કે, બિલ ગેટ્સ ઓફિસમાં જે પણ ગંદા કામો કરતા હતા, જો તે બાબત બહાર આવે તો તેમની પીઆર ટીમ તેમની છબીને પોલીશ કરવાનું કામ કરતી હતી. રિપોર્ટ અનુસાર, બિલ ગેટ્સની પીઆર ટીમ તેમની છબી સુધારવા માટે કામ કરતી હતી.

Footer 1 બિલ ગેટ્સ પર ચોંકાવનારો ખુલાસો, ડાન્સરને બોલાવીને કરતા હતા ન્યૂડ પૂલ પાર્ટી