Bird-flu/ અમદાવાદમાં સોલા વિસ્તારમાં બર્ડ ફ્લુની એન્ટ્રી થતાં ખળભળાટ , આ વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ, કલેક્ટરેટનું જાહેરનામું

સમગ્ર દેશ સહિત રાજ્ય પણ કોરોના કહેરનો સામનો કરી રહ્યું છે તેની વચ્ચે અમદાવાદમાં બર્ડ ફ્લુની એન્ટ્રી થતાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ બાબત સામે આવ્યા બાદ તંત્ર એક્શન મોડ પર આવી ગયું છે. આજે અમદાવાદના

Top Stories Gujarat
bird flu gujarat અમદાવાદમાં સોલા વિસ્તારમાં બર્ડ ફ્લુની એન્ટ્રી થતાં ખળભળાટ , આ વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ, કલેક્ટરેટનું જાહેરનામું

સમગ્ર દેશ સહિત રાજ્ય પણ કોરોના કહેરનો સામનો કરી રહ્યું છે તેની વચ્ચે અમદાવાદમાં બર્ડ ફ્લુની એન્ટ્રી થતાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ બાબત સામે આવ્યા બાદ તંત્ર એક્શન મોડ પર આવી ગયું છે. આજે અમદાવાદના સોલા વિસ્તારમાં એક સેમ્પલ પોઝિટિવ મળી આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જેના પગલે કલેક્ટરે સત્વરે જાહેરનામુ બહાર પાડી દીધું છે.આ જાહેરનામામાં અંતર્ગત તકેદારીના ભાગરૂપે ચેપગ્રસ્ત વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ 1 થી 10 કિલોમીટરના વિસ્તાર માટે અલગથી નિયમો નિર્ધારિત કરી દેવામાં આવ્યા છે.

Bollywood / બોલિવૂડની આ લોકપ્રિય ગાયિકા લગ્નના છ વર્ષ બાદ બનશે માતા, સોશિયલ મીડિયામાં શેર કરી તસવીર

1 13 અમદાવાદમાં સોલા વિસ્તારમાં બર્ડ ફ્લુની એન્ટ્રી થતાં ખળભળાટ , આ વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ, કલેક્ટરેટનું જાહેરનામું

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લામાં સોલા વિસ્તારમાં ગઈકાલે બર્ડ ફ્લુની એન્ટ્રી થઈ હોવાનું સામે આવ્યું હતું.સોલામાં એક મરઘી નું સેમ્પલ લેવામાં આવ્યું હતું જેનો રિપોર્ટ આવી ગયો છે, અને રિપોર્ટ પોઝિટિવ હોવાના કારણે આ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ મરધી સોલામાં વાઘર વાસમાં આવેલ હોવાનું અને તેનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું.

2 12 અમદાવાદમાં સોલા વિસ્તારમાં બર્ડ ફ્લુની એન્ટ્રી થતાં ખળભળાટ , આ વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ, કલેક્ટરેટનું જાહેરનામું

New twist / વડોદરા સામૂહિક આપઘાત કેસમાં નવો વળાંક, જ્યોતિષીઓએ 32 લાખ ખંખેરી લીધા, 9 સામે ગુનો દાખલ

પરિસ્થિતિને ધ્યાનમાં લેતા અમદાવાદ કલેક્ટરે તાત્કાલિક નિર્ણય લઈને જાહેરનામું બહાર પાડ્યું છે જે અંતર્ગત કેટલાક નિયમોનું લોકોએ પાલન કરવાનું રહેશે.
ખાસ કરીને જાહેરનામા પ્રમાણે ચેપગ્રસ્ત વિસ્તારમાં કોઈની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એટલું જ નહીં 1 થી 10 કિલોમીટરના વિસ્તાર માટે અલગથી નિયમો બનાવવામાં આવ્યા છે. તેમજ જેમાં એક કિલોમીટરના અંતર ના તમામ મારી નાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે જ્યારે માસ, મટન અને ઇંડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…