Election/ ગુજરાતમાં મતદારોને આકર્ષવા માટે ભાજપે અપનાવી આ રણનીતિ!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પાર્ટીઓ પ્રચાર કરવામાં વ્યસ્ત છે અને ચૂંટણી જીતવા માટે રણનીતિ બનાવી  રહ્યા છે.કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હાલ ડોર ટુ ડોર પ્રજાને મળી રહ્યા છે

Top Stories Gujarat
13 18 ગુજરાતમાં મતદારોને આકર્ષવા માટે ભાજપે અપનાવી આ રણનીતિ!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પાર્ટીઓ પ્રચાર કરવામાં વ્યસ્ત છે અને ચૂંટણી જીતવા માટે રણનીતિ બનાવી  રહ્યા છે.કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હાલ ડોર ટુ ડોર પ્રજાને મળી રહ્યા છે. આ મામલે હવે ભાજપે પણ મજબૂત રણનીતિ બનાવી છે, ભાજપ  ગુજરાત ગૌરવ યાત્રાનું મોટાપાયે  આયોજન કરવા જઇ રહી છે. ગુજરાતમાં મતદારને પ્રભાવિત કરવા વિવિધ રણનીતિ ઘડવામાં આવી રહી છે. મતદાર સુધી પહોંચવા વિવિધ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે હવે ભાજપ વિવિધ 5 ઝોનમાં ગુજરાત ગૌરવ યાત્રાની તૈયારી કરી રહી છે. 7 ઓક્ટોમ્બરથી યાત્રાની શરૂઆત થશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 5 ઝોનમાં ભાજપ ગૌરવ યાત્રા યોજાશે. ગૌરવ યાત્રાની શરૂઆત 7 ઓક્ટોબરથી થી થશે. ઝોન વાઈઝ 10 દિવસ સુધી આ યાત્રા ચાલશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્રીય નેતાઓ આ યાત્રાની શરૂઆત કરાવશે.નોંધનીય છે કે ભાજપ દ્વારા બંધારણ ગૌરવ યાત્રા યોજવામાં આવી હતી. 26 નવેમ્બરથી 6 ડિસેમ્બરથી સુધી બંધારણ ગૌરવ યાત્રા યોજાઈ હતી. જેની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીથી શરૂઆત કરાવી હતી અને 6 ડિસેમ્બરે સી.આર. પાટીલે વડનગરથી સમાપન કરાવ્યુ હતુ.આ અગાઉ 2017માં પણ વિધાનસભા ચૂંટણી વખતે વનવાસી બંધુ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ઉમરગામથી અંબાજી સુધીની આ યાત્રા યોજાઈ હતી.