પ્રદર્શન/ બંગાળમાં હિંસા મામલે ભાજપે 5 મેનાં રોજ દેશવ્યાપી પ્રદર્શનની કરી જાહેરાત

બંગાળમાં હિંસા મામલે ભાજપ 5 મેનાં રોજ દેશવ્યાપી પ્રદર્શન કરશે.

India
jpnadda બંગાળમાં હિંસા મામલે ભાજપે 5 મેનાં રોજ દેશવ્યાપી પ્રદર્શનની કરી જાહેરાત

પશ્વિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની પ્રચંડ વિજ્ય પ્રાપ્ત કર્યા બાદ ટીએમસીના કાર્યકરોને છૂટોદોર મળી ગયો એ રીતે ભાજપના કાર્યકરો પર  હુમલા કરી રહ્યા છે,એવું ભાજપનું કહેવું છે.  ગઇકાલે હિંસામાં 9 નાં મોત થયાં છે . રાજ્યમાં બનતી આ હિંસક ઘટના મામલે ભાજપે 5 મે ના રોજ દેશવ્યાપી પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. ભાજપ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે ટીએમસીના કાર્યકરો બેફામ બનીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર હુમલો કરી રહ્યા છે અને હત્યા પણ કરી રહ્યા છે.આ ઘટના સંદર્ભે ભાજપના અધ્યક્ષ જે,પી.નડ્ડા પશ્વિમ બંગાળનો બે દિવસનો પ્રવાસ કરશે. 4 અને 5 તારીકે ત્યાં રોકાશે અને 5 મેનાં રોજ પ્રદર્શન કરશે.

રાજ્યમાં ચૂંટણીના પરિણામ બાદ હિંસા વકરી હતી જેમાં દુકાનોને તોડફોડ કરી લૂંટ કરવામાં આવી હતી અને આ ઘટનામાં ભાજપના કાર્યકરો પણ માર્યા ગયા હતા. અનેક લોકો ઘાયલ પણ થઇ ગયાં હતાં.આ ઘટના મામલે ગૃહમંત્રાલયે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગી છે. ભારતીય જનતા પાર્ટીએ દાવો કર્યો છે કે હુમલામાં એક મહિલા સહિત 6 કાર્યકરો અને સમર્થકો માર્યા ગયા હતાં.આ ઘટના મામલે 5 મે ના રોજ દેશવ્યાપી પ્રદર્શન જાહેરાત કરી છે