મહેસાણા/ ભાજપની બેઠકમાં સોશિયલ ડીસટન્સના ઉડ્યા ધજાગરા, જમવા માટે લોકોએ કરી પડાપડી

ભાજપની બેઠકમાં સોશિયલ ડીસટન્સના ઉડ્યા ધજાગરા, જમવા માટે લોકોએ કરી પડાપડી

Top Stories Gujarat Others
corona 13 ભાજપની બેઠકમાં સોશિયલ ડીસટન્સના ઉડ્યા ધજાગરા, જમવા માટે લોકોએ કરી પડાપડી

ગુજરાત રાજ્યમાં વૈશ્વિક મહામારી કોરોનાએ આતંક મચાવ્યો છે. અને અનેક લોકો કોરોનાના ખપ્પરમાં હોમાઈ ચુક્યા છે. જો કે ગુજરાત રાજ્ય માં છેલ્લા કેટલાક દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા આંકડા અનુસાર કોરોના વૈર્સની ગતિ મંદ પડી છે. દૈનિક નવા કેસમ માં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ હજુ પણ 500+ કેસ તો સામે આવી જ રહ્યા છે ત્યારે ભાજપના જ નેતાઓ જાને કે કોરોના નાબુદ થી ગયો હોય તેમ જાહેરમાં કાર્યક્રમ કરી અને રોગચાળામાં વધારો કરવામાં પ્રયાસ હાથ ધરી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કડીમાં યોજાયેલી ભાજપની બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. ભજની આ બેઠકમાં ભાજપના દિગ્ગજ નેતા જેમકે કે.સી પટેલ, વિભાવરીબેન દવે, સાંસદ શારદાબેન પટેલ વિગેરે હાજર હતા. બેઠક પૂર્ણ થતાં લોકો એ જમવા માટે પડાપડી કરી હતી. બેઠકમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બેઠક બાદ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ માસ્ક વિના નજરે પડ્યા હતા.

સામાન્ય જનતા જો માર્ગ પર વિના માસ્ક નજરે ચઢે તો તાત્કાલિક ૧૦૦૦નો દંડ વસુલવામાં આવે છે. જયારે આ જાહેર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ વિના માંસકે ફરતા જોવા મળ્યા હતા. તો શું જનતા માટે અને ભાજપ ના કાર્યકર્તાઓ માટે શું કાયદાઓ અલગ છે.? શુ ભાજપના નેતાઓથી કોરોના વાઈરસ દુર રહે છે. ? મુકપ્રેક્ષક બની તમાશો જોતી કડી પોલીસના આરક્ષણ નીચે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. લગ્ન માં 100 ની મંજૂરી ફરજીયાત તો ભાજપ ના કાર્યક્રમ માં કેમ નહીં? જેવા વેધક સવાલો પણ સ્થાનીકોમાં ચર્ચાનો વિષય બન્યા હતા. આમ નાગરિક ને માસ્ક વિના દંડતી પોલીસ આ લોકો સામે લેશે પગલાં ?

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ કોરોના ગ્રસ્ત બન્યા હતા. દેવલોક પામ્યા છે. તો કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ  અહેમદ ભાઈ પટેલનું પણ કોરોના ને કારણે નિધન થયું છે.  તો બહુ મોટી સંખ્યામાં ભજ અને કોંગ્રેસના નેતાઓ કોરોનાનો શિકાર બની ચુક્યા છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…