Political/ ઉત્તર ગુજરાતની 32 વિધાનસભા બેઠકો માટે ભાજપે રણનીતિ બદલી,એકલા પાટીદારો પર ભરોસાે નહીં રાખે!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે તમામ પાર્ટીઓ ચૂંટણીની રણનીતિ બનાવવા માટે હાલ કામે લાગી ગઇ છે. છેલ્લા 27 વર્ષથી ભાજપનો શાસન ગુજરાતમાં છે

Top Stories Gujarat Trending
8 29 ઉત્તર ગુજરાતની 32 વિધાનસભા બેઠકો માટે ભાજપે રણનીતિ બદલી,એકલા પાટીદારો પર ભરોસાે નહીં રાખે!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે તમામ પાર્ટીઓ ચૂંટણીની રણનીતિ બનાવવા માટે હાલ કામે લાગી ગઇ છે. છેલ્લા 27 વર્ષથી ભાજપનો શાસન ગુજરાતમાં છે ,તેથી ઇન્કમબેક્સીની શક્યતા રહેલી છે,પરતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકચાહના એટલી છે કે રાજ્યમાં ભાજપની નૈયા પાર થઇ જશે. ભાજપે બહુમતી મેળવવા માટે નવી રણનીતિ અપનાવી છે.

ગુજરાતમાં વિધાનસભા ની ચૂંટણી નજીક આવી રહી છે, તયારે ભાજપે જંગી બહુમતી સાથે ફરી એકવાર સત્તા મેળવવાના દાવપેચ શરૂ કર્યા છે, જેમાં પણ કૉંગ્રેસના ધારાસભ્યોની બેઠકો પર નજર દોડાવી છે, ખાસ કરીને 2017 ની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં ભાજપ ને માર પડ્યો હતો, તે 2022 માં ના પડે તે માટે વ્યૂહરચના ગોઠવી રહેલા ભાજપના નેતાઓ પાટીદારોને તો મનાવે છે, સાથે સાથે અન્ય જ્ઞાતિ-સમાજ ના નેતાઓ ને પણ ભાજપ સાથે જોડવા મહેનત કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે..

ઉત્તર ગુજરાતના નેતા વિપુલ ચૌધરીની ધરપકડ અને એમના રાજકારણ ને હાંસિયા માં ધકેલવા ના રાજકીય પ્રયાસો થઈ રહયા હોવાનું નેતાઓ માની રહયા છે, ખાસ કરીને ચૌધરી સમાજ માં વર્ચસ્વ ધરાવનાર વિપુલ ચૌધરીએ વિધાનસભા ચૂંટણી સમયે જ અર્બુદા સેના બનાવી હતી, જેના કારણે ચૌધરી સમાજ ને એક કરી કોઈપણ પક્ષ સામે લડાયક બની શકે તેવો લક્ષય રાખવામાં આવ્યો હતો,ઉત્તર ગુજરાતમાં પાટીદાર સમાજ સિવાય પણ ભાજપ પાસે અન્ય જ્ઞાતિઓના નેતાઓ છે, તેથી ભાજપ નવી સ્ટ્રેટેજી સાથે આગળ વધી રહ્યો છે.સામાન્ય રીતે ભાજપનો ગઢ કહેવાતા ઉતર ગુજરાતમાં 2017ની ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ સામે વધુ બેઠકો ગુમાવવી પડી હતી. આ ક્ષેત્રના 6 જીલ્લામાંથી 32 બેઠકોમાંથી ભાજપને 14 અને કોંગ્રેસને 18 બેઠકો મળી હતી,જયારે 2012ની ચૂંટણી માં ભાજપ ને 16 અને કોંગ્રેસ ને પણ 16 બેઠકો મળી હતી, તે જોતા 2012 કરતા 2017 માં ભાજપે 2 બેઠક ગુમાવી હતી, તો કોંગ્રેસ ને 2 બેઠકો નો ફાયદો થયો હતો

2019માં ભાજપે કોંગ્રેસમાં ભંગાણ પડાવીને અલ્પેશ ઠાકોર તથા તેના સાથી ધવલસિંહ ઝાલા સહિત આ ક્ષેત્રના ત્રણ અને કુલ છ ધારાસભ્યોને રાજીનામા અપાવીને પેટાચૂંટણી લાવી પણ તેમાં ભાજપને ફરી રાધનપુર તથા બાયડ બેઠક જેમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપની ટિકીટ પર ચૂંટણી લડી રહ્યા હતા તે કોંગ્રેસે જ જીતી હતી. 2019માં કોંગ્રેસ-ભાજપ વચ્ચે 3-3 બેઠક વહેચાઈ હતી જેમાં ઉંઝામાં આશાબેન પટેલ જે ભાજપની ટિકીટ પર ફરી જીત્યા હતા તેમનું નિધન થતા તે બેઠક ફરી ખાલી થઈ છે પણ હવે તે બેઠકની પેટાચૂંટણી યોજાવાની શકયતા નથી અને મુખ્ય ચૂંટણીમાંજ ત્યાં મુકાબલો થશે.

ઉતર ગુજરાતમાં ગાંધીનગર-બનાસકાંઠા-સાબરકાંઠા-અરવલ્લી-મહેસાણા અને પાટન જીલ્લા આવે છે. જેમાં ગાંધીનગરમાં ત્રણ ભાજપ પાસે અને બે કોંગ્રેસ પાસે છે. અરવલ્લીની ત્રણેય બેઠક કોંગ્રેસ પક્ષે જીતી છે. બનાસકાંઠામાં પાંચ કોંગ્રેસ પાસે બે ભાજપ પાસે છે. સાબરકાંઠામાં ભાજપ પાસે 4 અને કોંગ્રેસ પાસે 1 બેઠક છે.પાટણમાં કોંગ્રેસ પાસે 3 ભાજપ પાસે 1 બેઠક છે. મહેસાણામાં ભાજપ પાસે 5 અને કોંગ્રેસ પાસે બે બેઠકો છે. આમ ઉતર ગુજરાત એ ભાજપ માટે પાટીલના 150ના લક્ષ્યાંક સામે મોટો પડકાર ઉભો થઇ શકે છે.

કોંગ્રેસ પક્ષે હાલમાં જ જગદીશ ઠાકોરને પ્રદેશ પ્રમુખ બનાવીને ઠાકોર-કોળી સમુદાય અને ઓબીસી કે પછી 2022નું ‘ખામ’ કાર્ડ ખેલવા તૈયારી કરી છે.જેનો લાભ સૌથી વધુ ઉત્તર ગુજરાત માં માં જ મળી શકે છે,ભાજપ માટે પણ 2021માં યોજાયેલી સ્થાનિકસ્વરાજની ચૂંટણીને વિધાનસભાનો લિટમસ ટેસ્ટ ગણી શકાય છે. તેમાં ભાજપનો દેખાવ ભલે સારો રહ્યો હોય પરંતુ પરંપરાગત વોટબેન્ક તેમના હાથમાંથી સરકી રહી છે અને તેમાંનો મોટો ભાગ આમ આદમી પાર્ટી, એઆઈએમઆઈએમ અને બી.ટી.પી. પાસે ગયો છે. આ સંજોગોમાં ભાજપને પટેલ સિવાય ક્ષત્રિયો, ઓબીસી, આદિવાસીઓ અને દલિત વોટબેન્ક પર આધાર રાખવો પડે તેમ છે. જેથી તેઓ પટેલો સિવાયની વોટબેન્ક ઊભી કરી રહ્યા છે.

2017 – ઉત્તર ગુજરાત વિધાનસભા 32 બેઠક

કોંગ્રેસ –  18
ભાજપ –  13
અન્ય –    01
કુલ –      32
2012 – ઉત્તર ગુજરાત 32 બેઠક પરિણામ
કોંગ્રેસ – 16
ભાજપ – 16
કુલ –      32