ઉત્તર પ્રદેશનાં મુઝફ્ફરનગરનાં ખતૌલીનાં ભાજપનાં ધારાસભ્ય વિક્રમ સૈની નાગરિકતા સુધારો અધિનિયમ અને એનઆરસી અંગે આપેલા નિવેદનને લઇને ચર્ચામાં છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાને પણ સીએએ જેવો કાયદો ઘડવો જોઈએ, જેના દ્વારા હિન્દુસ્તાનનાં મુસ્લિમ પીડિતોને ત્યાં નાગરિકતા મળી શકે. જે અહીયા મુસ્લિમ પીડિત છે તેઓએ પાકિસ્તાન જવું જોઈએ, જે લોકો ત્યાં પીડિત છે તેઓએ અહીં આવવું જોઈએ, અદલા-બદલી કરવી જોઈએ.
વિરોધ પ્રદર્શન પર વિક્રમ સૈનીએ કહ્યું કે, લોકોને ખબર નથી હોતી કે, સીએએ-એનઆરસીથી કોઈ નુકસાન નથી. તેમને કહેવામા આવ્યુ કે ત્યાં જવાનુ છે તો ત્યા પ્રદર્શન કરવા ચાલ્યા ગયા. પોલીસ સ્ટેશનમાં આગ લગાડીને, પોલીસ પર પથ્થરમારો કરીને, દેશની સંપત્તિને નુકસાન પહોંચાડીને, તેઓએ દેશદ્રોહીની જેમ કામ કર્યું છે. પોલીસ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે, કાર્યવાહી થઈ છે, તેમની પાસેથી નુકસાનની ભરપાઈ કરવામાં આવશે.
જેએનયુમાં થયેલી હિંસક ઘટના અંગે વિક્રમ સૈનીએ કહ્યું હતું કે, દેશદ્રોહી પ્રકારનાં લોકો છે, દેશને પ્રેમ ન કરતા અને પાકિસ્તાનનાં ઇશારે કામ કરતા વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ લગાવવો જોઈએ. અભિનેત્રી દીપિકા પાદુકોણને ત્યાં ન જવું જોઈએ, તેમનો વિરોધ પણ થઇ રહ્યો છે. ત્યાં ત્યા જઇને કંઈ બોલી નથી. દેશવાસીઓએ વિચારવું પડશે કે આવા લોકોની ફિલ્મો જોવી જોઈએ કે નહીં.
મુઝફ્ફરનગર રમખાણોની તારીખનાં મામલે કોર્ટમાં આવેલા ભાજપનાં ધારાસભ્ય વિક્રમ સૈનીએ જણાવ્યું હતું કે, સપા સરકારમાં પોલીસે લખનઉમાં બેઠેલા બોસનાં ઈશારાઓ પર મારી વિરુદ્ધ બનાવટી કેસ કર્યો હતો. હું તે સમયે ગામમાં પણ નહોતો, પોલીસે મારા ઉપર ફાયરિંગ, અગ્નિદાહનો ગુનો દાખલ કર્યો હતો. તેનો નિકાલ જલ્દીથી કરવામાં આવશે કારણ કે આ કેસો નકલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
