રાધનપુર/ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનો હુંકાર, કહ્યું- 2022ની ચૂંટણીમાં હું રાધનપુરથી જ લડીશ

રાધનપુરમાંથી અલ્પેશ ઠાકોરે 2022ની ચુંટણી લડવાનો હુંકાર કર્યો છે. તેમણે કહ્યું કે, હું રાધનપુર જ ચુંટણી લડીશ અને મેણું ભાગી ને જઈશ.

Top Stories
અલ્પેશ
  • રાધનપુરમાં ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં બોલ્યા અલ્પેશ
  • ‘2022 માટે રાધનપુર બેઠક માટે ટિકિટ લઈ આવવાનો છું’
  • ‘આ વિસ્તારમાં 3 વર્ષથી વિકાસ અટકી ગયો છે’
  • 2022ની વિધાનસભા રાધનપુરથી જ લડીશ
  • રાધનપુરથી જ લડવું છે અહીથી જ મેણું ભાંગવું છે
  • રાધનપુરમાં સમુહલગ્નનાં મંચ પરથી જાહેરાત

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પડઘમ વાગી ચૂક્યા છે. તમામ પક્ષો રેલીઓ અને સભા ગજાવી રહ્યા છે. ભારતીય જનાતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો રાજ્યમાં તાબડતોડ તૈયારીઓ કરી રેલીઓ કરી રહ્યા છે. બીજી તરફ રાધનપુરમાંથી અલ્પેશ ઠાકોરે 2022ની ચુંટણી લડવાનો હુંકાર કર્યો છે. તેમણે કહ્યું કે, હું રાધનપુર જ ચુંટણી લડીશ અને મેણું ભાગી ને જઈશ. અલ્પેશ ઠાકોરે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય લવીંગજી ઠાકોર પર સમાજ તોડવાના આરોપ લગાવ્યા છે. રાધનપુરમાં  2022ની ચૂંટણી પહેલા ઠાકોર વિરુદ્ધ ઠાકોર નેતાઓનો વિરોધ ખુલ્લીને સામે આવ્યો છે. રાધનપુરમાં ઠાકોર સમાજના સમૂહલગ્ન હાજરી આપવા આવેલા અલ્પેશ ઠાકોરે ચૂંટણી અંગે નિવેદન આપ્યું.

આ પણ વાંચો:દહેજના ત્રાસથી કંટાળીને મેયરની પૂત્રીએ નોંધાવી ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો:તાપીમાંથી પટ્ટો બાંધેલી હાલતમાં મા-દીકરીની મળી લાશ, મૃતદેહ સંપૂર્ણપણે ડિકમ્પોઝ્ડ

આ પણ વાંચો:ઉજ્જૈનથી પરત ફરતી વખતે ગોધરા પાસે પાંચ મિત્રોને નડ્યો અકસ્માત, ત્રણના મોત