Not Set/ ભાજપ નેતાએ શાહીન બાગ પ્રદર્શનમાં બેઠેલા લોકોને ગણાવ્યા બાંગ્લાદેશી/પાકિસ્તાની

નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) સામે શાહીન બાગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દેશભરમાં ચર્ચાનો વિષય છે. એક તરફ, સરકાર આને સતત નિશાનો બનાવી રહી છે, ત્યારે અનેક વિપક્ષી પાર્ટીઓ તેનું સમર્થન કરી રહી છે. એકંદરે, આ સમગ્ર મુદ્દા પર અત્યારે રાજકારણ ખૂબ જ જોરશોરથી ચાલી રહ્યુ છે. દરમિયાન ફરી એકવાર ભાજપનાં નેતાએ શાહીન બાગનાં પ્રદર્શનની ટીકા […]

Top Stories India
IMG 20191229 224644 ભાજપ નેતાએ શાહીન બાગ પ્રદર્શનમાં બેઠેલા લોકોને ગણાવ્યા બાંગ્લાદેશી/પાકિસ્તાની

નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) સામે શાહીન બાગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દેશભરમાં ચર્ચાનો વિષય છે. એક તરફ, સરકાર આને સતત નિશાનો બનાવી રહી છે, ત્યારે અનેક વિપક્ષી પાર્ટીઓ તેનું સમર્થન કરી રહી છે. એકંદરે, આ સમગ્ર મુદ્દા પર અત્યારે રાજકારણ ખૂબ જ જોરશોરથી ચાલી રહ્યુ છે. દરમિયાન ફરી એકવાર ભાજપનાં નેતાએ શાહીન બાગનાં પ્રદર્શનની ટીકા કરી છે. ભાજપ નેતા રાહુલ સિંહાએ સોમવારે કહ્યું કે, ‘શાહીન બાગમાં બેઠેલા મોટાભાગનાં લોકો એવા છે કે જે કાં તો બાંગ્લાદેશથી આવ્યા છે અથવા પાકિસ્તાનથી આવ્યા છે.’

રાહુલ સિંહા પહેલા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પણ શાહીન બાગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતુ કે, શાહીન બાગ હવે એક વિસ્તાર નથી પરંતુ તે એક વિચાર બની ગયો છે કે જ્યા દેશને વિભાજિત કરવા માંગતા લોકોને છુપાવવા માટે ભારતનાં ધ્વજાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રવિશંકર પ્રસાદે કહ્યું, તેને ટુકડે-ટુકડે ગેંગનો ટેકો મળી રહ્યો છે. આ પછી, દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નિવેદન પણ બહાર આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે શાહીન બાગમાં માર્ગ બંધ હોવાના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપ ગંદુ રાજકારણ કરી રહી છે, તે નથી ઇચ્છતી કે આ રસ્તો ખુલ્લો થાય.’ કેજરીવાલે વધુમાં કહ્યું કે, ‘ભાજપનાં નેતાઓએ તાત્કાલિક શાહીન બાગની મુલાકાત લેવી જોઈએ અને લોકો સાથે વાત કરવી જોઈએ. આ પછી, રસ્તો ટૂંક સમયમાં ફરીથી ખોલવો જોઈએ.

અરવિંદ કેજરીવાલનું આ નિવેદન અમિત શાહનાં નિવેદન પછી આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે, જો દિલ્હીને સજાવટ કરવી હોય, માવજત કરવી હોય તો ભાજપને મત આપો અને જો તેમ થાય છે તો શાહીન બાગ પર તેની સ્પષ્ટ અસર પડશે. અમિત શાહે કોંગ્રેસ અને આમ આદમી પર દિલ્હીમાં રમખાણો, હિંસા ફેલાવવા અને લોકોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. અમિત શાહનું આ નિવેદન 26 જાન્યુઆરીએ સામે આવ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.