Not Set/ BJPની લોકસભા ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરી,તમામ 26 બેઠકો જીતવાનો લક્ષ્યાંક

ગાંધીનગર, લોકસભાની ચૂંટણીની જાહેરાતને પગલે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસમાં બેઠકનો દોર શરૂ થયો છે. દરમિયાન ભાજપે અત્યારે 26 લોકસભા 2014 પ્રમાણે ફરીથી જીતવાનો ફોર્મ્યુલા તૈયાર કરી રહી છે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઓમ માથુર દ્વારા મહત્વની બેઠક કરવામાં આવી હતી. જેમાં સીએમ વિજય રૂપાણી ,ડેપ્યુટી સીએમ નિતીન પટેલ, અધ્યક્ષ જીતુ વાઘણી ,ધારાસભ્યો , સાંસદો ,પૂર્વ […]

Top Stories Gujarat
mantavya 264 BJPની લોકસભા ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરી,તમામ 26 બેઠકો જીતવાનો લક્ષ્યાંક

ગાંધીનગર,

લોકસભાની ચૂંટણીની જાહેરાતને પગલે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસમાં બેઠકનો દોર શરૂ થયો છે. દરમિયાન ભાજપે અત્યારે 26 લોકસભા 2014 પ્રમાણે ફરીથી જીતવાનો ફોર્મ્યુલા તૈયાર કરી રહી છે.

પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઓમ માથુર દ્વારા મહત્વની બેઠક કરવામાં આવી હતી. જેમાં સીએમ વિજય રૂપાણી ,ડેપ્યુટી સીએમ નિતીન પટેલ, અધ્યક્ષ જીતુ વાઘણી ,ધારાસભ્યો , સાંસદો ,પૂર્વ ધારાસભ્યો સાથે પૂર્વ મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.

આ સાથે જિલ્લા હોદ્દેદારો સંગઠનના મહત્વના પદાધિકારીઓ સાથે શનિષ્ઠ કાર્યકર્તાઓ પણ આ બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરવામાં આવી છે..

પ્રભારી ઓમ માથુર પણ સત્તત ગુજરાત બીજેપીના હોદ્દેદારો સાથે બેઠકો કરીને પાર્ટીને  જે તે જિલ્લામાં કે શહેરમાં 2014ની વોટની ટકાવારી જળવાઈ રહે એ રીતે માઈક્રો પ્લાનિંગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટીદાર નેતા હાર્દિક પટેલને કોંગ્રેસનું રમકડુ ગણાવ્યું હતું.