Not Set/ ભાજપનું સદસ્યતા અભિયાન: અનેક કલાકારો સહિત ડોકટરોએ ધારણ કર્યો કેસરિયો

અત્યારે ભાજપનું સદસ્યતા અભિયાન ગુજરાત સહિત સંપૂર્ણ ભારતમાં પૂર્ણ જોશમાં ચાલી રહ્યું છે. નાગરિકોને ભાજપમાં જોડાવના ભાગ રૂપે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં આજે ગુજરાતના ઘણા નામી અને અનામી કલાકારો કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. જેમાં ઘનશ્યામ લાખાણી, ઉર્વશી રાદડિયા, હિતેશ અંટાળા, દેવાંગી પટેલ, કિરણ ગજેરા, સંજય ધામલિયા, […]

Top Stories
bjp ભાજપનું સદસ્યતા અભિયાન: અનેક કલાકારો સહિત ડોકટરોએ ધારણ કર્યો કેસરિયો

અત્યારે ભાજપનું સદસ્યતા અભિયાન ગુજરાત સહિત સંપૂર્ણ ભારતમાં પૂર્ણ જોશમાં ચાલી રહ્યું છે. નાગરિકોને ભાજપમાં જોડાવના ભાગ રૂપે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં આજે ગુજરાતના ઘણા નામી અને અનામી કલાકારો કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

જેમાં ઘનશ્યામ લાખાણી, ઉર્વશી રાદડિયા, હિતેશ અંટાળા, દેવાંગી પટેલ, કિરણ ગજેરા, સંજય ધામલિયા, અલ્પેશ પટેલ, સંજય સોજીત્રા વિગેરે કલાકારો ભાજપમાં જોડાયા હતા.  ભારતીય જનતા પાર્ટી દ્વારા 13 ઓગસ્ટ સુધી રાષ્ટ્રીય સ્તરે સદસ્યાતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જે મુજબ જુદા જુદા ક્ષેત્રના લોકોને પાર્ટીમાં સામેલ કરવામાં આવી રહ્યાં છે.

આ સિવાય વાત કરીયે ડોક્ટરની તો આજે આમદવાદના 25 જેટલા ડોક્ટરો એ પણ કમલમ ખાતે કેસરિયો ધારણ કર્યો હતો. જેમને પણ જીતુ વાઘાણી દ્વારા કેસરિયો પહેરવીને પાર્ટીમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુકે, ભાજપનું સદસ્યતા અભિયાન આખા દેશમાં ચાલી રહ્યું છે. અને દેશના વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો ભાજપમાં જોડાઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.