Pride/ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર સહકારી માળખામાં કોઈ મહિલાએ નોધાવી દાવેદારી

ગુજરાતના અંતરિયાળ અને છેવાડાના વિસ્તાર બનાસકાંઠાના પાંથાવાડામાં ધી ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ એટલે કે માર્કેટયાર્ડની ચૂંટણીમાં જિલ્લા ભાજપ મંત્રી ફાલ્ગુનીબેન ત્રિવેદીએ ચૂંટણીમાં પેનલ સાથે જંપલાવ્યું છે.

Top Stories Gujarat Others
tweeter 6 ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર સહકારી માળખામાં કોઈ મહિલાએ નોધાવી દાવેદારી

મહિલા સશક્તિકરણની વાતો તો ઘણી કરી.  આજની મહિલા પુરુષ સમોવડી છે. અને કદાચ ભાગ્યે જ કોઈ એવું સેક્ટર હશે જ્યાં મહિલાઓની હાજરી ના હોય. દરેક સેક્ટરમાં મહિલાની હાજરી વર્તાઈ રહી છે. આજની નારી ઘરની ચાર દીવાલો છોડીને આકાશને આંબવા મથી રહી છે. અને મહદ અંશે  સફળતા પણ મળી છે. ત્યારે આજે પણ એક એવું સેક્ટર છે. મહિલાની હાજરી નથી. અને એ છે સહકારી ક્ષેત્ર. જી હા… આ સેક્ટરમાં હજુ સુધી મહિલાએ દાવેદારી નોધાવી નથી. પરંતુ હવે મહિલાઓ આ સેક્ટરમાં પણ પોતાનો પગદંડો જમાવવા આગળ વધી છે.

ફાલ્ગુની બેન ત્રિવેદી ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર સહકારી માળખામાં કોઈ મહિલાએ નોધાવી દાવેદારી

ગુજરાત નું સહકારી માળખું એ સમગ્ર દેશ માં જાણીતું છે.ગુજરાત માં સહકારી દૂધ મંડળી હોય કે ખેતીવાડી માર્કેટયાર્ડ હોય એમનો વહીવટ કરોડોનું હોય છે અને હવે સહકારમાં પણ રાજકારણનો પ્રવેશ થયો છે. ત્યારે ગુજરાત ના સહકારી માળખામાં પ્રથમ વખતે એક મહિલાએ પેનલ બનાવી સહકારી માળખામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતના અંતરિયાળ અને છેવાડાના વિસ્તાર બનાસકાંઠાના પાંથાવાડા માં ધી ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ એટલે કે માર્કેટયાર્ડ ની ચૂંટણીમાં જિલ્લા ભાજપ મંત્રી ફાલ્ગુનીબેન ત્રિવેદી એ ચૂંટણીમાં પેનલ સાથે જંપલાવ્યું છે.

અને પોતાની પેનલ વિજય થશે તેવો દાવો કર્યો છે.સાથે મહિલાઓને સહકારી માળખામાં પણ 50 ટકા અમાનત મુજબ સીટો મળવી જોઈએ તેવી માંગ કરી છે. જોકે હાલના વર્તમાન ચેરમેન સવસિંહ ચૌધરી પણ ભાજપના છે. ત્યારે ભાજપની માર્કેટયાર્ડ હોવા છતાં ભાજપ સામે ઉમેદવારી કરી હોવાના સવાલમાં તેઓએ સહકારમાં પાર્ટી ને કશું લેવાદેવા હોતું નથી. અને મહિલાઓ પણ હવે સહકારી વહીવટ કરે તે હેતુથી મેં ઉમેદવારી કરી છે. જોકે ફાલ્ગુનીબેનની ખેડૂત પેનલમાં અન્ય એક મહિલા પણ છે અને તમામ ઉમેદવારો અલગ અલગ જાતિના છે એટલે દરેક જાતિ ને ન્યાય મળે તેવા પ્રયત્ન પણ કર્યા છે.