Banaskantha News : બનાસકાંઠાની ભાભર નગરપાલિકા દ્વારા આઝાદી દિવસની ઉજવણી માટે આયોજિત કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ હાજરી આપી હતી. આ પ્રસંગે નૌકાબેન પ્રજાપતિએ અનામતને લઈને ઉલ્લેખ કરતા વિવાસ્પદ નિવેદન આપ્ય હતું કે, ‘અનામત માથાના દુઃખાવા સમાન, તુષ્ટિકરણની રાજનીતિને કારણે અનામત હટાવી શક્યા નથી.’
મળતી માહિતી મુજબ, ભાજપના મહિલા નેતા નૌકાબેન પ્રજાપતિએ જાહેર મંચ પર કહ્યું કે, ક્યાંકને ક્યાંક તૃષ્ટીકરણની રાજનીતિના કારણે અને વોટ બેન્કની નીતિના આધારે આપણે અનામતને આજે પણ દૂર કરી શક્યા નથી. આપણને ખબર છે કે આજે અનામત એક માથાનો દુખાવો બની રહ્યો છે. આજે દેશની અંદર આજે આપણું આર્થિક સ્તર સુધરીને 5માં સ્થાને જઈ રહ્યા છે. ભારતના એક નાગરિક તરીકે આપણે શું ફરજ હોઈ શકે.
વઘુમાં નૌકાબેન પ્રજાપતિએ ક્હ્યું કે, ભારત અને દેશની જે પ્રોપર્ટી છે જેમની મિલકત છે તે આપણી જ છે મિત્રો, તેનું જતન કરવાની ફરજ આપણી જ છે. માત્ર એક 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની ઉજવણી કરવાથી તે રાષ્ટ્રભક્તિ કહેવાતી નથી. પરંતુ આપણા રગે-રગની અંદર આપણા શરીરની અંદર એક દેશ માટે એક નિષ્ઠા હોવી જોઈએ. ગુજરાત ભાજપના સિનિયર મહિલા નેતાએ અનામત મુદ્દે વિસ્ફોટક નિવેદન આપીને ખુલ્લેઆમ અનામતનો વિરોધ નોંધાવ્યો છે. આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે અને અવનવી ચર્ચાઓ ચાલી રહી છે.
આ પણ વાંચો: ‘હિન્દી એ મહિલાઓની ભાષા છે’, યુવરાજના પિતા યોગરાજ સિંહનું વિવાદાસ્પદ નિવેદન, હંગામો મચ્યો
આ પણ વાંચો: ઓછામાં ઓછા ત્રણ બાળકો જરૂરી, મોહન ભાગવતનું વિવાદાસ્પદ નિવેદન
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ સીએમે ફરીથી કર્યુ વિવાદાસ્પદ નિવેદન
