ગુજરાત/ બસ-ટ્રક જેવા હેવી વ્હીકલના લાયસન્સ માટે પૈસા લઈ બોગસ સર્ટીફીકેટો આપનાર ડ્રાઇવિંગ સ્કૂલો સામે કાર્યવાહીની માગ

ડ્રાઇવિંગ સ્કૂલો દ્વારા પૈસા લઈને સર્ટિફિકેટ ડ્રાઇવરને ઇશ્યૂ કરી દેવામાં આવતું હોવાની ફરિયાદ સુરત આરટીઓ અધિકારીને મળી છે. ત્યારે આ બાબતે અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જો કોઈ આવી ડ્રાઇવિંગ સ્કૂલ સામે આવશે તો તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.

Gujarat Surat
હેવી વ્હીકલ

@અમિત રૂપાપરા 

રોડ અકસ્માતની ઘટનામાં લોકોએ પોતાની બહુમૂલી જિંદગી ગુમાવી હોવાની ઘટનાઓ પણ સામે આવે છે. ત્યારે મોટાભાગના જે અકસ્માતો સામે આવતા હોય છે તેમાં હેવી વ્હીકલ સાથેના અકસ્માતોમાં એક કરતાં વધુ લોકોના મોત થયા હોવાની ઘટનાઓ પણ સામે આવે છે. ત્યારે સુરતમાં હેવી વ્હીકલ ચલાવતા ડ્રાઇવરોને લાઇસન્સ પહેલા તાલીમ આપવા માટે અલગ અલગ ડ્રાઇવિંગ સ્કૂલો છે પરંતુ કેટલીક આ પ્રકારની ડ્રાઇવિંગ સ્કૂલો દ્વારા પૈસા લઈને સર્ટિફિકેટ ડ્રાઇવરને ઇશ્યૂ કરી દેવામાં આવતું હોવાની ફરિયાદ સુરત આરટીઓ અધિકારીને મળી છે. ત્યારે આ બાબતે અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જો કોઈ આવી ડ્રાઇવિંગ સ્કૂલ સામે આવશે તો તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.

વાહનોના અકસ્માતની ઘટનાઓને ધ્યાને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આ અકસ્માતો રોકવા માટે અલગ અલગ કાયદાઓ બનાવવામાં આવ્યા છે. તેમજ ટ્રાફિકના નિયમોને પણ વધુ કડક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અકસ્માતોની ઘટના રોકવા માટે બજેટમાં નાણાકીય જોગવાઈઓ કરવામાં આવે છે. તો રોડ સેફટી ઓથોરિટી અને રોડ સેફ્ટી કાઉન્સિલો સીટી અને રૂરલ વિસ્તાર માટે પણ સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે.

અકસ્માતોના નિવારણ કરવા માટે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવે છે પરંતુ દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો જ થઈ રહ્યો છે. તો ઘણા અકસ્માતોની ઘટના એવી હોય છે કે જેમાં લોકોને પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો હોય. ઘણી વખત મોટા વાહનોના અકસ્માતમાં એક કરતાં વધુ લોકોએ જીવ ગુમાવ્યો હોવાની ઘટનાઓ પણ સામે આવે છે. ત્યારે વાહન વ્યવહાર વિભાગ દ્વારા હેવી વ્હીકલ ચલાવનારા ડ્રાઇવરોના પ્રશિક્ષણ માટે મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલમાં સમયની માંગ અનુસાર નિયમો ઘડવામાં આવે છે. જોકે હેવી વેહિકલ ચલાવનારા ડ્રાઇવરો માટે આવી સ્કૂલો હોવા છતાં પણ માર્ગ અકસ્માતના આંકડા વધે છે. બસ અને ટ્રક જેવા મોટા વાહનોના લાઇસન્સના બેઝ માટે સ્ટાન્ડર્ડ દિવસેને દિવસે સમયની સાથે બદલાવવામાં આવે છે. તો મોટા વાહનો માટે ડ્રાઇવિંગ સ્કિલ તથા અનુભવની જોગવાઈ પણ કરવામાં આવે છે. અને જ્યારે બસ કે ટ્રક જેવા હેવી વાહનોની ટ્રેનીંગ લીધા બાદ ડ્રાઇવર લાયસન્સ કઢાવવા માટે આરટીઓમાં જાય છે ત્યારે તેની ડ્રાઇવિંગ સ્કિલ અને અનુભવ દર્શાવતા સર્ટિફિકેટની પણ તેને જરૂર પડે છે પરંતુ હવે આ સર્ટીફીકેટમાં પણ કેટલીક ત્રુટીઓ સામે આવી છે.

હેવી વ્હીકલ ચલાવવા માટે ડ્રાઇવરને તાલીમની જરૂર પડે છે એટલે જ ઓટોમોબાઇલ્સના જાણકાર ટેકનિકલ એક્સપર્ટ ડ્રાઇવરને તાલીમ આપતા હોય છે. ત્યારબાદ આ તાલીમ લીધાનું સર્ટિફિકેટ ડ્રાઇવરને આપવામાં આવતું હોય છે પરંતુ સુરતમાં હેવી વાહનો માટે કેટલાક ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકો જ ડ્રાઇવરને કોઈપણ પ્રકારના અનુભવ વગર અને તાલીમ આપ્યા વગર આર્થિક લાભ લઈને સર્ટીફીકેટો આપી દેતા હોવાની એક ફરિયાદ સુરત આરટીઓને મળી છે.

આના જ કારણે માર્ગ સલામતીને લઈને ઘણા પ્રશ્નો ઊભા થયા છે. તેથી તાલીમ વગર જ સર્ટિફિકેટ આપનારી ડ્રાઇવિંગ સ્કૂલો સામે કાર્યવાહી કરવા એક માગણી ઉઠી છે. તો આ બાબતે સુરત આરટીઓને ફરિયાદ મળતા જ આરટીઓ અધિકારી દ્વારા તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને એવી માગણી ઊઠી છે કે, આ પ્રકારની સંસ્થાઓ કે જે હેવી વિહિકલના વાહનોના ડ્રાઇવિંગની ટ્રેનિંગ આપ્યા વગર જ સર્ટિફિકેટ ઈશ્યુ કરે છે તેવા અરજદારોના નામો બહાર લાવવામાં આવે અને આ સર્ટિફિકેટના આધારે જો તેને લાઇસન્સ મળ્યું હોય, તો લોકહિતમાં જ આ લાયસન્સને તાત્કાલિક રદ કરવામાં આવે. ત્યારે બીજી તરફ મોટર ડ્રાઇવિંગ એસોસિએશન દ્વારા પણ આ બાબતે કાર્યવાહી થાય તેવી માગણી કરવામાં આવી છે.

આ પણ વાંચો:બે મહિનાથી સુરત પોલીસને હંફાવનારા ગુડ્ડુ પોદારની નાટ્યાત્મક રીતે ધરપકડ

આ પણ વાંચો:કર્ણાટક ચૂંટણી સુરત ટેક્સટાઇલ માટે બની બુસ્ટર ડોઝ….વાંચો કેવી રીતે..

આ પણ વાંચો:કાપડના વેપારીઓએ કરી ટેક્સટાઇલ મંત્રીને અજૂઆત,કારણ જાણી તમે પણ ચોંકશો…..

આ પણ વાંચો:રાજયમાં ભેળસેળવાળા મરચા નહી પણ નકલી મરચાનો જ ધમધમતો કારોબાર

આ પણ વાંચો:સુરતમાં અનાજના કાળા બજાર મામલે મંતવ્ય ન્યૂૂઝના અહેવાલની અસર