Junagadh News : માણાવદર વિધાનસભા વિસ્તારના મેંદરડા તાલુકાના સરપંચોમાં ભારે રોષ ભભુક્યો છે. સરપંચોનો આક્ષેપ છે કે, જિલ્લા ભાજપ(BJP)ના મંત્રી અને સાંસદ મનસુખ માંડવીયા તથા માણાવદર ધારાસભ્ય અરવિંદ લાડાણીના પ્રતિનિધિ ચિરાગ રાજાણીને સાંસદ તથા ધારાસભ્યની ગ્રાન્ટ માટે રજૂઆત કરવામાં આવી ત્યારે તેણે કહ્યું હતું કે, ‘મને કામ કરવા દેવું પડશે અથવા ટકાવારી આપવી પડશે તો ગ્રાન્ટની ફાળવણી કરાવીશ.’
જો કે, આક્ષેપિત જિલ્લા ભાજપ(BJP) મંત્રીએ આ આક્ષેપને ફગાવી દાવો કર્યો કે સાંસદની ગ્રાન્ટની ફાળવણી ધારાસભ્ય કરી રહ્યા છે. તાલુકાના 33 ગામના સરપંચોએ આ વાતને વખોડી કાઢી છે. રાજકીય રાગદ્વેષ મારી સામે ખોટા આક્ષેપો કરાયા છે. બીજી તરફ સરપંચોને આ અંગેનો વિરોધ નહી કરવાના મનામણા શરૂ થતા જિલ્લાનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જિલ્લા ભાજપના મંત્રી ચિરાગ રાજાણી(Chirag Rajani) એ ‘સાંસદની ગ્રાન્ટનું આયોજન ધારાસભ્યએ કરેલું છે, અમારા તરફથી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી નથી, જે આક્ષેપ કરતા હોય તેની પાસે પુરાવા હોય તો તે રજૂ કરવા જોઈએ’ તેવો બચાવ કર્યો હતો.
બીજી તરફ સરપંચો દાવો કરી રહ્યા છે કે ગ્રાન્ટ ફાળવણીનું કૌભાંડ સરપંચો દ્વારા ખુલ્લું પાડવામાં આવતા સરપંચોને યેનકૈન પ્રકારે સમજાવવાના પ્રયાસો અમુક આગેવાનો દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે જિલ્લા ભાજપના અનેક નેતાઓને જવાબ ભરવા પડયા હોવાનું પણ ભાજપના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. સાંસદની ગ્રાન્ટનો વહિવટ કરવા મુદ્દે કેન્દ્રીય મંત્રીને સમગ્ર હકીકત જાણવા મળતા તે પણ ચોંકી ઉઠયા હતા તેવું સરપંચોએ જણાવ્યું હતું. ભાજપના પૂર્વે સાંસદે તેમનાં જ સંગઠનના હોદ્દેદારો સામે કેન્દ્રીય મંત્રીને સરપંચોના કહેવાથી ફરિયાદ કરવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો: જુનાગઢમાં સતાધાર જગ્યાને લઈને વિવાદમાં મોટો ખુલાસો
આ પણ વાંચો: જુનાગઢના ગોવિંદ ગીરી પર ટ્રાન્સજેન્ડર યુવતીનો યૌન શોષણનો આરોપ
