Not Set/ ભાજપ ધારસભ્યએ હદ વટાવી, કહ્યુ હવે કાશ્મીરની છોકરીઓ સાથે કોઇ પણ લગ્ન કરી શકશે

સંસદનાં બંન્ને ગૃહમાંથી બિલ પસાર થયા બાદ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. જેને લઇને સરકારે પોતાનો ઇરાદો સ્પષ્ટ કરતા કહ્યુ હતુ કે, આ કાશ્મીરીઓની ભલાઇ માટે કરવામાં આવી રહ્યુ છે. આ સાંભળવામાં જેટલુ સારુ લાગે છે શું તેવુ થશે ખરા. ભાજપનાં એક ધારાસભ્યનાં વિવાદિત બોલ સાંભળ્યા બાદ તો એવુ લાગી રહ્યુ નથી, જ્યા […]

India
up neta ભાજપ ધારસભ્યએ હદ વટાવી, કહ્યુ હવે કાશ્મીરની છોકરીઓ સાથે કોઇ પણ લગ્ન કરી શકશે

સંસદનાં બંન્ને ગૃહમાંથી બિલ પસાર થયા બાદ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. જેને લઇને સરકારે પોતાનો ઇરાદો સ્પષ્ટ કરતા કહ્યુ હતુ કે, આ કાશ્મીરીઓની ભલાઇ માટે કરવામાં આવી રહ્યુ છે. આ સાંભળવામાં જેટલુ સારુ લાગે છે શું તેવુ થશે ખરા. ભાજપનાં એક ધારાસભ્યનાં વિવાદિત બોલ સાંભળ્યા બાદ તો એવુ લાગી રહ્યુ નથી, જ્યા તે પાર્ટીનાં ઇરાદા પર શંકાનાં વાદળો છવાય તેવુ નિવેદન આપી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશનાં મુઝફ્ફરનગરનાં ખતૌલીથી ભાજપનાં ધારાસભ્ય વિક્રમસિંહ સૈનીએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે મંગળવારે કહ્યું કે, “પાર્ટીનાં કાર્યકરો ઉત્સાહિત છે કારણ કે તેઓ કાશ્મીરની ગોરી છોકરીઓ સાથે લગ્ન કરી શકશે.” આ નિવેદન આપવા દરમિયાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ધારાસભ્ય કલમ 370 નાબૂદ કરવા આયોજિત કાર્યક્રમમાં બોલી રહ્યા છે. ધારાસભ્યએ કહ્યું, “કાર્યકરો ખૂબ ઉત્સુક છે અને જેઓ કુંવારા છે, તેમના લગ્ન ત્યા કરાવી દઇશુ, તેમાં કોઈ સમસ્યા નથી. સમસ્યા શું છે? પહેલા અહી કેટલી મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવતો હતો. ત્યાની યુવતી જો કોઇ ઉત્તરપ્રદેશનાં યુવક (છોકરો) સાથે લગ્ન કરે, તો તેની નાગરિકતા સમાપ્ત થઇ જતી હતી.

ભારતની નાગરિકતા અલગ, કાશ્મીરની અલગ અને જો અહીં મુસ્લિમ કાર્યકરો છે, તેઓએ ખુશી મનાવવી જોઇએ. લગ્ન ત્યાજ કરો, કાશ્મીરી ગોરી છોકરીની સાથે. ખુશી મનાવી જોઈએ. પછી ભલે તે હિન્દુ હોય કે મુસ્લિમ. તે આખા દેશ માટે ઉત્સાહનો વિષય છે. ધારાસભ્ય સૈનીને જ્યારે તેમના વિવાદિત નિવેદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, તેમણે કશું ખોટું કર્યું નથી. ધારાસભ્યએ કહ્યું, “હવે દરેક વ્યક્તિ કાશ્મીરી છોકરી સાથે કોઈ મુશ્કેલી વિના લગ્ન કરી શકે છે. આ મેં કહ્યું છે અને તે સાચું છે. આ કાશ્મીરનાં લોકો માટે આઝાદી છે. તેથી જ અમે મંગળવારે કાર્યક્રમનું આયોજન કર્યું હતુ. હવે, કાશ્મીરીઓને આઝાદી મળી છે.

આ વીડિયોમાં ધારાસભ્યએ એમ પણ કહ્યું છે કે, ” મોદીજી, તમે મારું સ્વપ્ન પૂરું કર્યું છે. આખું ભારત ખુશ છે. દરેક જગ્યાએ નગાડા વાગી રહ્યા છે. સંપૂર્ણ ઉમંગ છે. ભલે તે લદ્દાખ હોય કે લેહ. મે કાલે ફોન કર્યો કાશ્મીરમાં જ્યા અમારા એક જાણીતા છે અને તેમને મે પુછ્યુ કે, કોઇ મકાન છે.”

ઉલ્લેખનીય છે કે, કલમ 370 હટાવવા પર ગૃહમંત્રી અમિત શાહ કઇક અલગ કહી રહ્યા હતા અને તેમની પાર્ટીનાં નેતા કઇક અલગ જ કહી રહ્યા છે ત્યારે સવાલ ઉભો થાય છે કે શું આ પ્રકારની માનસિકતાને જન્મ આપવા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 ને હટાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.