Election/ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ શોધે છે સારા મુરતિયા…..

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તયરે સત્તાપક્ષ ભાજપ માટે વિધાનસભા ના મુરતિયા શોધવા નું કામ ઘણું અઘરું થઈ રહ્યું છે, ટિકિટ માંગવાવાળા નો રાફડો ફાટ્યો છે

Top Stories Gujarat Mantavya Exclusive
24 1 ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ શોધે છે સારા મુરતિયા.....

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સત્તાપક્ષ ભાજપ માટે વિધાનસભા ના મુરતિયા શોધવા નું કામ ઘણું અઘરું થઈ રહ્યું છે, ટિકિટ માંગવાવાળા નો રાફડો ફાટ્યો છે આ સંજોગોમાં ભાજપે છેલ્લા 3 મહિના થી વર્તમાન ધારાસભ્યો ની કુંડળી તો કાઢી લીધી છે, સાથે સાથે નવા ઉમેદવાર ની પેનલો પણ તૈયાર કરવામાં આવી રહી છે, અલગ અલગ તબક્કામાં ઉમેદવાર પસંદગી કરવામાં આવે છે, તે જોતા ઓક્ટોબર ના અંતમાં ભાજપના કેટલાક ઉમેદવાર ફાઇનલ પણ થઈ શકે છે

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં 150થી વધુ બેઠકો મેળવવા માટે ભાજપે તનતોડ મહેનત શરૂ કરી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત કેન્દ્રીય મંત્રીઓ, ગુજરાતના મુખ્યમંત્રીથી ભાજપના પ્રદેશ પ્રમુખથી લઈને સોસાયટી કે મહોલ્લાના પેજ પ્રમુખ સહિત ભાજપના જંગી વિજય માટે કામે લાગી ગયા છે, તો બીજી બાજુ મુરતિયા શોધવા માટે પણ ભાજપે કવાયત શરૂ કરી છે, જેમાં અલગ અલગ તબક્કામાં ઉમેદવાર પસંદગી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે,

ગુજરાતમાં ભાજપે ત્રણ મહિના પહેલા જ સાંસદોને ગુજરાત પ્રવાસે મોકલ્યા હતા,તે દરમિયાન પણ વર્તમાન ધારાસભ્ય ની કામગીરી અને તેના વિકલ્પ માટેના નામોનો રિપોર્ટ પણ આપવામાં આવ્યો હતો, તે પછી ધારાસભ્યો અને મંત્રીઓને ગુજરાત પ્રવાસે મોકલ્યા હતા, તેમની પાસે થી પણ મુરતિયા ના નામો મેળવ્યા હતા, તે પછી સંઘ ને એક ટીમે પણ સર્વે કર્યો હતો જેમાં તમામ 182 વિધાનસભામાં વિસ્તાર વાઇઝ ધારાસભ્યો ના કામો અને બાકી રહેલા કામોની સાથે નવા ઉમેદવારની યાદી પણ તૈયાર કરવામાં આવી હતી,
આ પછી ભાજપના પ્રદેશ પ્રમુખ પણ વન ડે વન ડિસ્ટ્રીકટ અભિયાન અંતર્ગત દરેક વિધાનસભા નો રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે, જેતે વિધાનસભા ના સંગઠનના પ્રભારીઓ ને પણ ધારાસભ્યો ની કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી ધારાસભ્ય ને રિપીટ કરવા કે બદલવા તે અંગેનો રિપોર્ટલેવામાં આવ્યો છે.એટલે કે વિધાનસભા બેઠકોના પ્રભારીઓએ પણ તેમના ફાળવાયેલા મતક્ષેત્રમાં જઇને પક્ષના સંભવિત ચૂંટણી ચિત્ર અંગે એક સર્વે કરીને તે રિપોર્ટ પ્રદેશ પ્રમુખ તથા પક્ષના પાર્લામેન્ટરી બોર્ડને આપી દીધો છે.

ભાજપના સુત્રોના જણાવ્યા મુજબ હાલ પ્રથમ તબક્કે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વિધાનસભા સીટના પ્રભારીઓની જાહેરાત કરી છે આ પ્રભારીઓ દ્વારા જે તે મત વિસ્તારના સંભવિત ઉમેદવારો ઉપરાંત સ્થાનિક મુદ્દાઓ ગત વિધાનસભા ચૂંટણીમાં પક્ષને મળેલા મતના ડેટા તથા લોકસભામાં ચૂંટણીમાં છેક બુથ સુધી પક્ષને ક્યાં સરસાઇ મળી હતી અને ક્યા બૂથમાં ભાજપ માઇનસ માં હતું તે અંગેનો એકસર્વાંગી અહેવાલ તૈયાર કરી પક્ષની નેતાગીરી ને આપ્યો છે.

ભાજપ સંગઠનની ની આ તૈયારીઓ ઉપરાંત આરએસએસ દ્વારા પણ તમામ 182 બેઠકો માટેનું એક ચિત્ર તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. આરએસએસનો રિપોર્ટ પણ મળી ગયા બાદ ભાજપ અને સંઘની વધુ એક સંયુક્ત બેઠક યોજાશે અને તેમાં આ રિપોર્ટ પર ચર્ચા કરી ઉમેદવાર પસંદગી ની પ્રક્રિયા હાથ ધરસે.