Not Set/ છેલ્લા 2 વર્ષમાં સૌથી મોંઘુ થયુ પેટ્રોલ, સામાન્ય જનતા ત્રસ્ત

કોરોના વાયરસ સંકટ વચ્ચે દેશભરનાં ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમતો આસમાન પર પહોંચી ચુકી છે. રિપોર્ટ અનુસાર છેલ્લા બે વર્ષમાં પહેલીવાર પેટ્રોલની કિંમતમાં આટલો વધારો થયો છે. મંગળવારે આંતરરાષ્ટ્રીય તેલનાં ભાવોમાં વધારા પછી ત્રણ અઢવાડિયામાં ડીઝલની કિંમત 3.41 રૂપિયા પ્રતિ લિટર અને પેટ્રોલ 2.65 રૂપિયા પ્રતિ લિટર થઇ ગઇ છે. દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલની કિંમત 83.71 […]

Top Stories Business
corona 117 છેલ્લા 2 વર્ષમાં સૌથી મોંઘુ થયુ પેટ્રોલ, સામાન્ય જનતા ત્રસ્ત

કોરોના વાયરસ સંકટ વચ્ચે દેશભરનાં ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમતો આસમાન પર પહોંચી ચુકી છે. રિપોર્ટ અનુસાર છેલ્લા બે વર્ષમાં પહેલીવાર પેટ્રોલની કિંમતમાં આટલો વધારો થયો છે. મંગળવારે આંતરરાષ્ટ્રીય તેલનાં ભાવોમાં વધારા પછી ત્રણ અઢવાડિયામાં ડીઝલની કિંમત 3.41 રૂપિયા પ્રતિ લિટર અને પેટ્રોલ 2.65 રૂપિયા પ્રતિ લિટર થઇ ગઇ છે.

corona 118 છેલ્લા 2 વર્ષમાં સૌથી મોંઘુ થયુ પેટ્રોલ, સામાન્ય જનતા ત્રસ્ત

દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલની કિંમત 83.71 રૂપિયા થઈ ગઈ છે જ્યારે મુંબઇમાં પેટ્રોલ 90.34 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. ડીઝલનાં ભાવની વાત કરીએ તો, તે દિલ્હીમાં 73.87 અને મુંબઈમાં 80.51 રૂપિયા પ્રતિ લિટરમાં ઉપલબ્ધ છે. કોરોના વાયરસનાં રોગચાળા વચ્ચે, પેટ્રોલ અને ડીઝલની વધેલી કિંમતોએ સામાન્ય લોકોનું ખિસ્સા પર ભાર મુક્યો છે. છેલ્લા બે વર્ષમાં પેટ્રોલનાં ભાવ ઘણા મોંઘા થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 4 ઓક્ટોબર, 2018 થી પેટ્રોલ અને ડીઝલની કિંમતો આ વર્ષે 30 જુલાઈ પછીનાં ઉચ્ચતમ સ્તરે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવા પાછળનું એક કારણ પણ કોરોના વાયરસ લોકડાઉનમાં રાહત હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

corona 119 છેલ્લા 2 વર્ષમાં સૌથી મોંઘુ થયુ પેટ્રોલ, સામાન્ય જનતા ત્રસ્ત

રાજ્યની ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય કિંમતોને અનુરૂપ દરરોજ પેટ્રોલ અને ડીઝલનાં ઘરેલુ દરોમાં સુધારો કરે તેવી અપેક્ષા છે. જો કે આ વર્ષે દરોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે, ઘણી વખત ભાવ એક મહિના માટે સમાન દરો પર અટકી રહ્યો છે. રિપોર્ટ અનુસાર આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલનાં ભાવ એક ક્વાર્ટરમાં વધ્યા પછી નવેમ્બરની શરૂઆતથી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થયો છે. ક્રૂડ તેલ હાલમાં 48 ડોલર પ્રતિ બેરલની સપાટીએ ટ્રેડ કરી રહ્યું છે.

શહેરમાં કોરોનાનો કહેર, કોરોના વોરિયર્સ પોઝિટિવ આવતા ફફડાટ

કોવિડ સેન્ટરમાં ડ્યુટીનાં આદેશનાં મામલે SC માં થશે સુનાવણી

RBI એ આ સહકારી બેંકનું લાઇસન્સ કર્યું રદ, જાણો જમાકર્તાઓને તેમના નાણાં કેવી રીતે મળશે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો