Gujarat Election/ ભાજપ બહુમતી સાથે સરકાર બનાવશે : રક્ષા મંત્રી રાજનાથ સિંહ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને માંડ ગણતરીના કલાકો જ બાકિ છે ત્યારે ભાજપે રાજ્યમાં રાષ્ટ્રીય નેતાઓની ફૈાજ ઉતારી દીધી છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
11 4 ભાજપ બહુમતી સાથે સરકાર બનાવશે : રક્ષા મંત્રી રાજનાથ સિંહ
  • અમદાવાદઃ રક્ષામંત્રી રાજનાથ સિંહની પ્રેસ કોન્ફરન્સ
  • કૉંગ્રેસ અસ્તિત્વની લડાઈ લડે છેઃ રાજનાથસિંહ
  • આપ હાજરી પુરાવવાની લડાઈ લડે છેઃ રાજનાથસિંહ
  • ગુજરાતનાં ગૌરવ અને અસ્મિતાનું પ્રતિક PM મોદી
  • કોઇના માટે અપશબ્દનો પ્રયોગ કરવો એ યોગ્ય નથી
  • કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનાં શબ્દો મુદ્દે આપી પ્રતિક્રિયા
  • પ્રધાનમંત્રી ખુદ પર આરોપ લગાવ્યા તે યોગ્ય નથી
  • ગુજરાતની અસ્મિતા મુદ્દે વડાપ્રધાન પર અપશબ્દ યોગ્ય નથી
  • ગુજરાતની જનતા બે તૃતિયાંશ મતથી ભાજપને જીતાડશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને માંડ ગણતરીના કલાકો જ બાકિ છે ત્યારે ભાજપે રાજ્યમાં રાષ્ટ્રીય નેતાઓની ફૈાજ ઉતારી દીધી છે.   પ્રચાર અર્થે કેબિનેટ મંત્રી રાજનાથ સિંહ  ગુજરાતમાં આવ્યા છે.આજે અમદાવાદમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.તેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ તેની અસ્તિત્વની લડાઇ લડી રહ્યા છે. જયારે આમ આદમી પાર્ટી તેની ઉપસ્થિતિ માટેની લડાઇ લડી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના અસ્મિતાના પ્રતિક અને ગૌરવ છે, તેમની લોકપ્રિયતાના લીધે રાજયમાં ભાજપ બહુમતીથી જીતશે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસના અધ્યક્ષ  ખડગે અંગે પણ પ્રતિક્રિયા આપી હતી,દેશની અર્થવ્યવસ્થા 2014 બાદ મજબૂત થઇ છે.વડાપ્રધાન નરેનદ્ર મોદીએ અસરકારક અને મજબૂત નિર્ણય લીધા જેના લીધે પરિસ્થિતિ આપણા સમક્ષ છે. વડાપ્રધાન પર અપશબ્દો પ્રયોજવા ઉચ્ચિત નથી તેનો જવાબ ગુજરાતની જનતા આપશે. નોંધનીય છે કે રાજયમાં પહેલી ડિસેમ્બર અને પાંચ ડિસેમ્બરના રોજ મતદાન યોજાવવા જઇ રહ્યો છે. આ ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે આવશે.