Election/ તાલુકા-જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી માટે 3 દિવસ મળશે ભાજપની પાર્લામેન્ટરી બેઠક

ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ કામગીરી હાથ ધરી છે. આ સમયમાં તમામ પાર્ટીઓ દ્વારા રાજ્યના મહાનગરોમાં યોજાનારી ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી કરી દીધી છે,

Top Stories Ahmedabad Gujarat
1

ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ કામગીરી હાથ ધરી છે. આ સમયમાં તમામ પાર્ટીઓ દ્વારા રાજ્યના મહાનગરોમાં યોજાનારી ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી કરી દીધી છે, ત્યારબાદ હવે ભાજપે હવે રાજ્યની તાલુકા તેમજ જીલ્લા પંચાયતો તેમજ નગરપાલિકાની ચૂંટણીઓ માટે પણ કવાયત હાથ ધરી છે.

ભાજપના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની બેઠકમાં હવે છ મહાનગર પાલિકાના ઉમેદવારો બાદ હવે તાલુકા તેમજ જીલ્લા પંચાયતો તેમજ નગરપાલિકાની ચૂંટણીની પસંદગી કરવામાં આવશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી રૂપાણીની હાજરીમાં હવે ફરીવાર 7 થી 10 ફેબ્રુઆરી સુધી મુખ્યમંત્રી નિવાસ સ્થાને તાલુકા અને જિલ્લા પંચાયત સહિત નગર પાલિકાઓની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરવા માટે બેઠક મળશે.

 ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

આ પણ વાંચો : જામનગરમાં કોંગ્રેસ – ભાજપ બનેં ચિંતીત, ભારે રાજકીય ઉથલ પાથલનાં એંધાણ

આપને જણાવી દઈએ કે, રાજ્યમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સહિત નગરપાલિકાઓની ચૂંટણીઓ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 ફેબ્રુઆરી છે. ત્યારે આ ચૂંટણીમાં પણ ઉમેદવારોની પસંદગી કરવા માટે હવે ભાજપ દ્વારા કામગીરી હાથ ધરાશે.

ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

આ પણ વાંચો : ચૂંટણી આવી ચક્કરો વધ્યા : ભૂપેન્દ્ર યાદવ, મનીષ સિસોદિયા, અસદુદ્દીન ઓવૈસી આવશે ગુજરાત

જો કે ભાજપના ઉમેદવારોની પસંદગી માટેના નિયમોમાં ફેરફારથી ભાજપના કાર્યકરોનો ઉત્સાહ બેવડાયો છે. આ નિર્ણયથી ચૂંટણીમાં નવા ચહેરાને તક મળશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ