Delhi/ કેજરીવાલની વહેલી ચૂંટણીની અટકળો વચ્ચે ભાજપના કાર્યકરો રજા પર, જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ત્રણ દિવસની રજા પર ઉતરી ગયા છે. સોમવારથી 5 મે સુધી ભાજપના કાર્યકરો રજા પાળશે. પાર્ટીના વરિષ્ઠ પ્રવક્તાએ કહ્યું કે, ગુજરાતના 1.10 કરોડ કાર્યકરોને રજા આપવામાં આવી છે.

Top Stories India
JP-Nadda

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ત્રણ દિવસની રજા પર ઉતરી ગયા છે. સોમવારથી 5 મે સુધી ભાજપના કાર્યકરો રજા પાળશે. પાર્ટીના વરિષ્ઠ પ્રવક્તાએ કહ્યું કે, ગુજરાતના 1.10 કરોડ કાર્યકરોને રજા આપવામાં આવી છે. 5 મે સુધી ભાજપ ગુજરાતમાં કોઈ મોટો કાર્યક્રમ નહીં કરે.

“કદાચ આ પ્રકારનો નિર્ણય પ્રથમ વખત લેવામાં આવ્યો છે,” તેમણે કહ્યું. પાર્ટીના કાર્યકરો સ્વેચ્છાએ કામ કરે છે અને તેમના પર કોઈપણ કાર્યક્રમમાં ભાગ લેવાનું દબાણ નથી. જો કે, છેલ્લા બે વર્ષથી પાર્ટીના કાર્યકરો આરામ કર્યા વિના સતત કામ કરી રહ્યા છે અને તેથી પાર્ટી નેતૃત્વને લાગે છે કે તેમને થોડા દિવસની રજા આપવી જોઈએ.

જણાવી દઈએ કે, એક દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીના ચીફ અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ભરૂચ પહોંચ્યા હતા. જાહેર સભાને સંબોધતા તેમણે દાવો કર્યો હતો કે સત્તાધારી ભાજપ ટૂંક સમયમાં ચૂંટણી કરાવવાનું વિચારી રહી છે. ગુજરાતમાં ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

કેજરીવાલે કહ્યું, મેં સાંભળ્યું છે કે ગુજરાતમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે. હવે ચૂંટણી હોય કે છ મહિના પછી, ભગવાન અને ગુજરાતની જનતા અમારી સાથે છે અને અમે ચોક્કસ સરકાર બનાવીશું. બીજેપીના એક કાર્યકર્તાએ જણાવ્યું કે પાર્ટીની બેઠક ગુજરાતમાં કમલમ હેડક્વાર્ટરમાં યોજાઈ હતી. પાર્ટીના એક ટોચના કાર્યકર્તાએ કહ્યું હતું કે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાશે અને કાર્યકરોને સખત મહેનત કરવા આરામની જરૂર છે.

ભાજપના સૂત્રોએ જણાવ્યું છે કે, ગુજરાતમાં 15 જૂનથી ચોમાસું આવી જશે અને તેથી વહેલી ચૂંટણીને કોઈ અવકાશ નથી. ચૂંટણી માટે લગભગ 45 દિવસનો સમય જરૂરી છે. દેશમાં સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં ચૂંટણીઓ યોજાતી નથી. જેના કારણે મેનેજમેન્ટ માટે સમસ્યા સર્જાય છે.

આ પણ વાંચો: ગડકરીના આ નિવેદનથી ખુશ થઈ જશે કાર અને બાઈક ચલાવનારા લોકો