Political/ આ કારણોથી AMC ઈલેકશનમાં BJP કાપી શકે છે 70 જેટલા રનીંગ કોર્પોરેટરની ટીકીટ, જાણો કોને સોપી જવાબદારી

અમદાવાદ મહાનગર પાલિકાના 182 કોર્પોરેટર માંથી BJP ના 142 કોર્પોરેટર છે જેમાં થી 70 જેટલા કોર્પોરેટરની ટીકીટ કાપવામાં આવે તો નવાઈ નહિ રહે, 

Top Stories Ahmedabad Gujarat
kite festival 10 આ કારણોથી AMC ઈલેકશનમાં BJP કાપી શકે છે 70 જેટલા રનીંગ કોર્પોરેટરની ટીકીટ, જાણો કોને સોપી જવાબદારી

@રીમા દોશી, અમદાવાદ 

અમદાવાદ સહિત રાજ્યની 6 મહાનગર પાલિકાની ચૂંટણી આવનારા સમયમાં યોજવવાની છે ત્યારે અમદાવાદ ના ભાજપ ના કોર્પોરેટર માંથી 50 ટકા કોર્પોરેટરની ટીકીટ કટ કરવાના મૂડમાં પ્રદેશ નેતાઓ જોવા મળી રહ્યા છે. હાલ અમદાવાદ મહાનગર પાલિકાના 182 કોર્પોરેટર માંથી BJP ના 142 કોર્પોરેટર છે જેમાં થી 70 જેટલા કોર્પોરેટરની ટીકીટ કાપવામાં આવે તો નવાઈ નહિ રહે,  સાથે જ જે પ્રમાણે અમદાવાદનું નવું સીમાંકન જાહેર થયું છે ત્યારે નવા સીમાંકન ને લઈને પણ જે પ્રમાણે જ્ઞાતિ આધારિત ફેરફાર થાય છે. તેના આધારે પણ ટીકીટની ફળવણી કરવામાં આવી શકે છે.

અમદાવાદમાં એક ડઝનથી વધુ એવા નેતાઓ છે જે છેલ્લી 4 ટર્મ કે તેના થી વધુ ટર્મથી ચૂંટાતા આવ્યા છે. જેમને  આ નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. સાથે જ કેટલાક કોર્પોરેટર ચાલુ ટર્મમાં ભ્રષ્ટાચાર તેમજ હપ્તા ઉઘરાવતા હોય તેવા વિડિઓ વાયરલ થાય હતા તેવા તમામ 70 થી વધુ કાઉન્સિલરો ને આ વખતે ઘરે બેસવાનો વારો આવી શકે છે.

અમદાવાદ એટલે ગુજરાતનું પાટનગર ગણાતું શહેર જોકે રાજ્યનું પાટનગર ગાંધીનગર છે પરંતુ ગાંધીનગર અમદાવાદ બાજુ બાજુમાં હોવાના કારણે અમદાવાદ નું મહત્વ સમગ્ર દેશમાં રહેલું છે. અને ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી તરફ સમગ્ર રાજ્યની મીટ મંડાયેલી છે.

દેશના ટોપ ૧૦ શહેરોમાં અમદાવાદ નો સમાવેશ થતો હોવાના કારણે અમદાવાદનો ચૂંટણીજંગ એકદમ રોમાંચક બનશે.  ખાસ કરીને ભાજપ વિકાસના મુદ્દાને આગળ ધરીને વધુ બેઠકો કબજે કરવા કોશિશ કરશે.  ત્યારે કોંગ્રેસ લાભ ન લઇ જાય તે માટે કોરી પાટીના  ઉમેદવારો ને ચાન્સ આપવા વિચારણા ચાલી રહી છે .

જેના ભાગરૂપે અંદરખાને ભાજપે ઉમેદવારોની પસંદગીની પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે.  અમદાવાદ કોર્પોરેશન ઉપર વર્ષોથી નજર રાખી રહેલા ભાજપના સિનિયર નેતા આઇ.કે.જાડેજા પણ સ્થાનિક નેતાઓ સાથે સતત સંપર્કમાં છે. અમદાવાદના વિકાસ માં જેમનો સિંહ ફાળો રહ્યો છે તેવા સુરેન્દ્ર કાકા પણ એક્ટિવ થઈ ગયા છે.

ભાજપે પૂર્વ મેયર બિજલબેન પટેલ, ગૌતમ શાહ સહિતના જુના મેયરો સાથે પણ મસલત શરૂ કરી દીધી છે, અને તમામ આગેવાનોને વિશ્વાસમાં લઈને ક્યા વોર્ડ માં કોને  ટિકિટ આપવી અને ક્યાં નવા ચહેરાને સ્થાન આપવું તે અંગેની મથામણ શરૂ કરી દીધી છે. એવું માનવામાં આવે છે કે ભાજપ તમામ મહાનગરોના ઉમેદવારોની યાદી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં જાહેર કરી દેશે