Gujarat Election/ આજે ભાજપનો ‘કાર્પેટ બોમ્બિંગ’ પ્રચાર, ભાજપના રાષ્ટ્રીય નેતાઓ જાહેર સભા સંબોધશે

આજે ભાજપનો ‘કાર્પેટ બોમ્બિંગ’ પ્રચાર કરશે,ગુજરાત વિધાનસભાની ચૂંટણીને માંડ ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે ભાજપે પ્રચાર તેજ કરી દીધો છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
પ્રચાર

આજે ભાજપનો ‘કાર્પેટ બોમ્બિંગ’ પ્રચાર કરશે,ગુજરાત વિધાનસભાની ચૂંટણીને માંડ ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે ભાજપે પ્રચાર તેજ કરી દીધો છે. વિધાનસભાની ચૂંટણીને લઈને આજે ભાજપ ઝંઝાવાતી પ્રચાર કરશે .આજે રાષ્ટ્રીયના દિગ્ગજનેતાઓ ગુજરાતની ધરા પર પ્રચાર કરશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી  4 શહેરોંમાં ચૂંટણી સભા સંબોધશે.આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના બીજા દિવસના પ્રવાસ દરમિયાન સૈારાષ્ટ્માં 3 જાહેર સભા સંબોધશે. જયારથી વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં પ્રચારની બાગડોર હાથમાં લીધી છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રી ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે છે તે હાલ ગુજરાતમાં ભાજપ બહુમતીથી જીતે તેના લીધે અથાગ મહેનત કરી રહ્યા છે. આજે તેઓ મહેસાણા, વડોદરા, અરવલ્લી, અમદાવાદમાં જાહેર સભા સંબોધશે,ભાજપના ઉમદેવારો માટે મત માંગશે અને ભાજપને બહુમતી મળે તે માટે પ્રજાને અપીલ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની મહિલા મોરચા સંમેલનને સંબોધશે અને ગાંધીનગર અને અમદાવાદમાં જાહેર સભામાં પ્રચાર કરશે.

આસામના CM ડૉ. હિમંતા બિશ્વા શર્મા ગુજરાતમાં GIDC ઓનર્સ એસો. સાથે બેઠકમાં રહેશે હાજર રહેશે અને અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે અને અમદાવાદમાં આસામી સમુદાયના લોકો સાથએ મુલાકાત કરશે

કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલા 3 ચૂંટણી સભા  સંબોધશે,જેમાં તેઓ કુકાવાવ,વાડિયા અને અમરેલીમાં જાહેરસભા સંબોધન કરશે. આ ઉપરાંત રાષ્ટ્રીય નેતા મનોજ તિવારી પણ ગુજરાતના પ્રવાસે છે તે ઉત્તર ભારતના સમુદાયના લોકો સાથે જૂથ સંવાદ કરશે અને સુરતમાં પેજ સમિતિ વિજ્ય સંક્લપ કાર્યક્મમાં હાજર રહેશે આ સાથે તેઓ સુરતમાં બે જાહેર સભાઓ સંબોધન કરશે.દિગ્ગજ ફિલ્મ અભિનેતા અને પરેશ રાવલ રપણ ગુજરાતમાં 3 જાહેર સભા સંભોધિત કરશે, વલસાડ અને સુરતમાં બે જાહેર સભાઓ ભરશે.આ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મહેસાણામાં રોડ શો યોજાશે.

Gujarat Assembly Election 2022/ગુજરાતમાં નરેન્દ્ર મોદીના મદદગાર બન્યા યોગી આદિત્યનાથ, શું ચલાવી શકશે

Gujarat Assembly Election 2022/‘ભાજપ માટે દેશ પ્રથમ અને કોંગ્રેસ માટે વોટ બેંક, જનતા જાણે છે કે