Not Set/ જુનાગઢમાં મહાનગર પાલિકાની ચૂંટણીને લઇને ભાજપે નિકાળી સંકલ્પ યાત્રા

જુનાગઢમાં મહાનગર પાલિકાને લઇને ભાજપે શક્તિ પ્રદર્શન શરૂ કરી દીધુ છે. આ શક્તિ પ્રદર્શન વિજય સંકલ્પ યાત્રાનાં સ્વરૂપમાં કરવામાં આવ્યુ. કેબિનેટ મંત્રી જયેશ રાંદડિયાની અધ્યક્ષતામાં ભાજપની વિજય સંકલ્પ યાત્રા  નિકળી હતી. આ સંકલ્પ યાત્રા સરદાર ચોકથી નિકળીને શહેરનાં વિવિધ રસ્તાઓ પર ફરી હતી. અહી મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકર્તાઓ જોડાયા હતા. જુનાગઢમાં મહાનગર પાલિકાને લઇને નિકળેલી […]

Top Stories Gujarat Others
junagadh manapa જુનાગઢમાં મહાનગર પાલિકાની ચૂંટણીને લઇને ભાજપે નિકાળી સંકલ્પ યાત્રા

જુનાગઢમાં મહાનગર પાલિકાને લઇને ભાજપે શક્તિ પ્રદર્શન શરૂ કરી દીધુ છે. આ શક્તિ પ્રદર્શન વિજય સંકલ્પ યાત્રાનાં સ્વરૂપમાં કરવામાં આવ્યુ. કેબિનેટ મંત્રી જયેશ રાંદડિયાની અધ્યક્ષતામાં ભાજપની વિજય સંકલ્પ યાત્રા  નિકળી હતી. આ સંકલ્પ યાત્રા સરદાર ચોકથી નિકળીને શહેરનાં વિવિધ રસ્તાઓ પર ફરી હતી. અહી મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકર્તાઓ જોડાયા હતા.

જુનાગઢમાં મહાનગર પાલિકાને લઇને નિકળેલી ભાજપની સંકલ્પ યાત્રામાં કાર્યકર્તાઓ ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા. આપને જણાવી દઇએ કે, 21 જુલાઈનાં રોજ જુનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવવાની છે. જો કે ચૂંટણી પૂર્વે ભાજપે સંકલ્પ યાત્રા કાઢી પોતાની જીત નિશ્ચિત હોવાનું પણ અહી બતાવવાનો પ્રયત્ન કર્યો છે.

જુનાગઢ મનપા ચૂંટણીને લઇને રાજકીય ગમાસાન જોરમાં દેખાઇ રહ્યુ છે, ત્યારે એનસીપી નેતા રેશ્મા પટેલે ભાજપનાં ઝંડાને ઉતારાવ્યા. રેશ્મા પટેલે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે, ભાજપે નીતિ નિયમો તોડીને ઝંડા લગાવ્યા હતા. તેમને નીતિ નિયમોનું ભાન કરાવવા આ ઝંડાને ઉતારા હોવાનુ પણ રેશ્મા પટેલ જણાવ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.