Devbhoomi Dwarka News/ સવારે 6 કલાક સુધી દ્વારકા જિલ્લામાં બ્લેકઆઉટ, જગત મંદિર સાંજે 7.30 કલાકે થઈ જશે બંધ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાવચેતીના ભાગ રૂપે તંત્રએ સવારે છ કલાક સુધી બ્લેકઆઉટની જાહેરાત

Gujarat

Devbhoomi Dwarka News : સાવચેતીના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે 10 મેએ સાંજે પાંચ વાગ્યાથી બંને દેશો સીઝફાયરની જાહેરાત કરી હતી. પરંતુ ત્યારબાદ પાકિસ્તાને પોતાની હરકતો ચાલુ રાખી અને ભારતમાં હુમલાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાનની નાપાક હરકતનો વળતો જવાબ ભારતીય સેનાએ આપ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાવચેતીના ભાગ રૂપે તંત્રએ સવારે છ કલાક સુધી બ્લેકઆઉટની જાહેરાત કરી છે. આ સાથે દ્વારકા જગત મંદિર પણ સાંજે 7.30 કલાક બાદ બંધ થઈ જશે. ગઈકાલે સીઝફાયર બાદ પાકિસ્તાને કરેલી નાપાક હરકત બાદ તંત્રએ આ નિર્ણય લીધો છે.

આ સિવાય ગુજરાતના અન્ય સરહદી જિલ્લા કચ્છ અને બનાસકાંઠામાં સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. આ જિલ્લાઓમાં જનજીવન સામાન્ય જોવા મળી રહ્યું છે. પાટણ, બનાસકાંઠા, જામનગર અને કચ્છ જિલ્લામાં હજુ બ્લેકઆઉટ વિશે નિર્ણય લેવાયો નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:National Technology Day: વિજ્ઞાન અને ટેકનોલોજી રાષ્ટ્રની પ્રગતિની ચાવી છે: પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ

આ પણ વાંચો:ભારત-પાક. યુદ્ધવિરામ બાદ ચીનનું બદલાયું વલણ! ‘પાકિસ્તાન લોખંડ જેવો મજબૂત દોસ્ત’

આ પણ વાંચો:ભારતે સલાલ ડેમનાં 5 દરવાજા ખોલ્યા, પાક.માં પૂરની સ્થિતિ સર્જાઈ