Gandhinagar News/ ભારત પાક. સરહદે યુદ્ધવિરામ, પણ કમોસમી વરસાદે ખોલ્યો નવો ‘મોરચો’

ભારત પાક. સરહદે યુદ્ધવિરામ થઈ ગયો છે, પરંતુ ગુજરાતમાં વરસાદે રીતસરની ધડબડાટી બોલાવી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને વરસાદે તેની લપેટમાં લઈ લીધા છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News:  ભારત પાક. સરહદે યુદ્ધવિરામ થઈ ગયો છે, પરંતુ ગુજરાતમાં વરસાદે રીતસરની ધડબડાટી બોલાવી છે. ઉત્તર ગુજરાત, (North Gujarat) સૌરાષ્ટ્ર (Saurashtra Rain) અને કચ્છ (Kutch Rain) ને વરસાદે તેની લપેટમાં લઈ લીધા છે. તેની સાથે દક્ષિણ ગુજરાતના ડાંગમાં તો જાણે ચોમાસુ બેસી ગયું હોય તે રીતનો વરસાદ પડી રહ્યો છે. વરસાદના લીધે વઘઈ ખાતે આકાશમાં મેઘધનુષ દેખાયું છે.

આ રીતે ઉત્તર ગુજરાતમાં જોઈએ તો અરવલ્લી (Arvalli), બનાસકાંઠા (Banaskantha) અને સાબરકાંઠા (Sabarkantha) માં વરસાદે ધડબડાટી બોલાવી છે. કમોસમી વરસાદે (Unseasonal Rain) કેટલાય લગ્નોથી લઈને ખેડૂતો (Farmers) ના પાક સુધી બધાના અરમાનો પર પાણી ફેરવી નાખ્યું છે. અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે. આ જ રીતે ચૌધરી ચોક મંદિર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. તેની સાથે નીચાણવાળા વિસ્તારમાં પણ ભારે વરસાદના લીધે પાણી ફરી વળ્યાં છે. પાણી ભરાતા સ્થાનિક લોકોને મુશ્કેલી પડી રહી છે.

સાબરકાંઠામાં પોશીના (Poshina) સહિતના આખા પંથકમાં વરસાદ ખાબક્યો છે.  સાબરકાંઠામાં સતત ત્રીજા દિવસે વરસાદ જોવા મળ્યો હતો. પોશીના લાંબડીયા કોટડા દેલવાડામાં વરસાદ જોવા મળ્યો તો. જ્યારે જિલ્લામાં સાંજ સુધીમાં બે કલાકમાં 18 મીમી વરસાદ પડ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના દાંતામાં (Danta) હદાડ પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. દાંતા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. અચાનક ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો છે. તેના લીધે ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે. ભર ઉનાળે વરસાદે વાતાવરણના લીધે ધરતીપુત્રો ચિંતામાં ડૂબી ગયા છે. જો કે વરસાદ વરસવાના લીધે લોકોને ભારે ઉકળાટમાંથી રાહત મળી છે અને શહેરમાં પણ ઠંડક થઈ છે.

સૌરાષ્ટ્રમાં અમરેલીમાં સળંગ છઠ્ઠા દિવસે પડેલા વરસાદના લીધે ખેડૂતો ચિંતાતુર થઈ ગયા છે. વડેરા (Vadera) અને નાના ભંડારીયા  (Nana Bhandariya) ગામમાં ભારે વરસાદ પડ્યો છે. સ્થાનિક નદીમાં ભર ઉનાળે પૂર આવ્યું છે. ખેડૂતોને ભરઉનાળે નુકસાન થયું છે. તેના લીધે નાના ભંડારીયા તેમજ વડેરા જતાં વાહનચાલકો અટવાયા છે. ભરઉનાળે નદીમાં પૂર આવતા વાહનચાલકો પરેશાન છે.

આ ઉપરાંત અમરેલીમાં દેવગામ, (Devgam) દડવા, મયપાદર, હનુમાન, ખીજડિયામાં પણ વરસાદ પડ્યો છે. ચોકી સહિતના આસપાસના ગામોમાં ભારે વરસાદ પડ્યો છે. રોડ અને રસ્તા પાણીથી ભરાઈ ગયા છે. લીમડાનું વૃક્ષ ધરાશાયી થતા જિલ્લા સેવા સદનની બગલમાં આવેલો રસ્તો બંધ થયો છે. જો કે રવિવારનો દિવસ હોવાથી દુર્ઘટના ટળી છે.

જામનગરમાં (Jamnagar) બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. બપોર બાદ લાલપુર (Lalpur)  અને જામજોધપુર (JamjodhPur) માં ભારે વરસાદ પડ્યો હતો. અનુક્રમે 25 અને 36 એમએમ વરસાદ નોંધાયો હતો. આ સિવાય ધ્રોલ (Dhrol)માં પણ વરસાદ પડ્યો હતો. જામનગરમાં ભરઉનાળે અષાઢી માહોલ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો હતો.

જૂનાગઢમાં (Junagadh) પણ ગીર (Gir) વિસ્તારમાં સળંગ ચોથા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતોને નુકસાની વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક ખેતરોમાં ખેડૂતોને પાકમાં ભારે નુકસાની જોવા મળી છે. તેના કારણે ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે. તેઓ સરવે કરાવી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.

કચ્છમાં (Kutch) હવામાન વિભાગની આગાહી મુજબ પશ્ચિમ કચ્છમાં વરસાદ પડ્યો છે. કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં વરસાદ પડ્યો છે. ભારે ઉકળાટ પછી વરસાદ વરસવાના લીધે શહેરમાં ઠંડક પ્રસરી છે. ભુજ સહિતના ગ્રામીણ મથકમાં વરસાદ પડ઼્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં 24 કલાક ભારે! ગાજવીજ અને પવન સાથે પડશે માવઠું

આ પણ વાંચો:ગુજરાતમાં ખરાબ હવામાનથી 21 લોકોનાં મોત! IMD એ આપ્યું યલો એલર્ટ

આ પણ વાંચો:ગુજરાતમાં આગામી દિવસોમાં વાદળિયું વાતાવરણ રહેશે, ગાજવીજ સાથે પડશે વરસાદ