ભુજ/ જી.કે.જનરલ કોવિડ દર્દીઓ માટે આશીર્વાદરૂપ, હોસ્પિટલમાં જ થઇ રહ્યું છે ઓક્સિજનનું ઉત્પાદન

કચ્છની મોટી સરકારી હોસ્પિટલ હોવાથી દસે દસ તાલુકા તેમજ આસપાસના જિલ્લાઓમાંથી આ હોસ્પિટલમાં દર્દીઓ આવે છે જેઓ સ્વસ્થ બનીને પોતાના ઘરે પરત જાય છે.

Gujarat Others
Untitled 352 જી.કે.જનરલ કોવિડ દર્દીઓ માટે આશીર્વાદરૂપ, હોસ્પિટલમાં જ થઇ રહ્યું છે ઓક્સિજનનું ઉત્પાદન

કચ્છમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે, ત્યારે કચ્છની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જી.કે.જનરલ કોવિડ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે. કચ્છની મોટી સરકારી હોસ્પિટલ હોવાથી દસે દસ તાલુકા તેમજ આસપાસના જિલ્લાઓમાંથી આ હોસ્પિટલમાં દર્દીઓ આવે છે જેઓ સ્વસ્થ બનીને પોતાના ઘરે પરત જાય છે.

દેશ અને દુનિયાના વિખ્યાત અદાણી જૂથ દ્વારા ભુજમાં જી.કે.જનરલ હોસ્પિટલનું સંચાલન કરવામાં આવે છે. કચ્છમાં કોવિડ સારવારની શરૂઆત આ જ હોસ્પિટલથી થઈ હતી. સમયાંતરે બેડ કેપિસિટીમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં આ હોસ્પિટલમાં કુલ 800 બેડની કેપિસિટી છે. જે પૈકી 470 બેડ કોવિડ માટે ફાળવાયા છે. કોવિડ ઉપરાંત નોન કોવિડ દર્દીઓ પણ સારવાર લઈ રહ્યા છે.

હોસ્પિટલમાં ઓકિસજનની અછત નથી. કારણકે હોસ્પિટલમાં જ ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવે છે. હાલમાં અહીં ચોથો પ્લાન્ટ પણ સ્થાપવામાં આવી રહ્યો છે કોવિડ વોર્ડમાં ગંભીર પ્રકારના તમામ દર્દીઓ દાખલ થાય છે જે અહીંથી સાજા થઈને જાય છે ઓકિસજન સાથેની 228 જેટલી પથારી છે.

જેમા પાઇપલાઈનથી ઓકિસજન અપાય છે. અન્ય બેડમાં સિલિન્ડરથી ઓકિસજન અપાય છે. વેન્ટિલેટરની પણ ઉપલબ્ધ છે. દર્દીઓને આખો દિવસ આરોગ્યપ્રદ ભોજન અને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. કોવિડ વોર્ડમાં તબીબો અને સ્ટાફ પોતાની ચિંતા કર્યા વગર દર્દીઓની સેવા કરે છે. આજે મેડીકલ સ્ટાફ કચ્છનાં દર્દીઓ માટે ભગવાન સમાન છે. હોસ્પિટલમાં હવે દર્દીઓના સગા તરફથી આપવામાં આવતા પાર્સલ પણ લેવામાં આવે છે.

ખાસ વાત એ છે કે આરટીપીસીઆર લેબ ટેસ્ટ તેમજ રેમડેસિવિરનું વિતરણ પણ આ જ હોસ્પિટલમાંથી થાય છે કામના સતત ભારણ વચ્ચે આ હોસ્પિટલનો સ્ટાફ મહેનત કરી લોકોની સેવા કરી રહ્યો છે. જે ખરેખર બિરદાવવા લાયક છે. પોતાને કોરોના થશે તેની ચિંતા કર્યા વગર અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલનો સ્ટાફ સતત મહેનત કરી કચ્છનાં દર્દીઓને ઝડપથી સાજા કરવાની કામગીરી કરી રહ્યો છે.