Covid-19/ BMC એ જાહેર કરી કોરોનાની નવી ગાઈડલાઇન, પાંચથી વધુ કેસ મળશે તો બિલ્ડિંગ થશે સીલ

નવા કોરોના કેસની વધતી જતી સંખ્યા વચ્ચે BMC નાં કમિશનર ઇકબાલ સિંહ ચહલે મુંબઈ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.

India
PICTURE 4 263 BMC એ જાહેર કરી કોરોનાની નવી ગાઈડલાઇન, પાંચથી વધુ કેસ મળશે તો બિલ્ડિંગ થશે સીલ

નવા કોરોના કેસની વધતી જતી સંખ્યા વચ્ચે BMC નાં કમિશનર ઇકબાલ સિંહ ચહલે મુંબઈ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ અંતર્ગત પાંચથી વધુ કોરોના દર્દીઓ સામે આવશે તો બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવશે.

Covid-19 / શું હવે થોડા દિવસોનો મહેમાન છે કોરોના? જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?

માર્ગદર્શિકાની જોગવાઈ મુજબ, હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલા નાગરિકનાં હાથ પર સ્ટેમ્પ લગાવવામાં આવશે. આ સાથે જેઓ માસ્ક પહેરતા નથી તેમની સામે પણ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકલ અને ટ્રેનમાં માસ્ક વિના મુસાફરી કરતા લોકોને તપાસવા 300 માર્શલો ગોઠવી દેવામાં આવ્યા છે. અહી સૌથી મોટી વાત એ છે કે, શહેરમાં માસ્ક વિના ફરનારા રોજનાં 25 હજાર લોકો પર કાર્યવાહીનું લક્ષ્ય રાખવામાં આવ્યુ છે.

Covid-19 / મહારાષ્ટ્રનાં આ વિસ્તારમાં કોરોનાનાં કેસ વધતા લોકડાઉન

આટલું જ નહીં, મેરેજ ઓફિસ, ક્લબ, ગિફ્ટ હાઉસ, શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ, ઓફિસ વગેરેમાં એકસાથે 50 થી વધુ લોકો એકઠા થશે ત્યારે કાર્યવાહી કરવામાં આવશે. આ સ્થળો પર ખાસ નિરીક્ષણ કરવામાં આવશે. દરેક વ્યક્તિએ માસ્ક પહેરે, તેને લઇને હવે સરકાર કડક વલણ અપનાવી રહી છે. જો નિયમનું ઉલ્લંઘન કરવામાં આવે તો તે સંસ્થાનાં માલિક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. નવી માર્ગદર્શિકા હેઠળ, બ્રાઝિલથી આવતા મુસાફરોને પણ આઇસોલેશનમાં રાખવામાં આવશે.

નોંધપાત્ર વાત એ છે કે મહારાષ્ટ્રમાં નવા કોરોના કેસની સંખ્યામાં વધારો થતા મહારાષ્ટ્રનાં એક અમરાવતી જિલ્લામાં વીકેન્ડ લોકડાઉન જાહેર કરાયું છે. રાજ્યમાં કોરોનાનાં કેસ બે મહિનામાં નીચે આવી ગયા હતા, પરંતુ તાજેતરમાં તેમાં થોડો ઉછાળો જોવા મળ્યો છે. અમરાવતી જિલ્લામાં લોકડાઉન રાત્રે આઠ વાગ્યે શરૂ થશે અને સોમવારે સવાર સુધી રહેશે. અમરાવતી કલેક્ટર શૈલેષ નવલે લોકોને કોવિડ-19 પ્રોટોકોલને અનુસરવા અપીલ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ