નોટિસ/ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને BMCની નોટિસ,જો 15 દિવસમાં બંગલામાંથી ગેરકાયદે બાંધકામ દૂર નહી કરાય તો…

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેને  જુહુ ખાતેના તેમના બંગલામાં 15 દિવસની અંદર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા જણાવ્યું છે.

Top Stories India
3 26 કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને BMCની નોટિસ,જો 15 દિવસમાં બંગલામાંથી ગેરકાયદે બાંધકામ દૂર નહી કરાય તો...

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેને  જુહુ ખાતેના તેમના બંગલામાં 15 દિવસની અંદર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા જણાવ્યું છે. મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે જાહેર કરાયેલી નોટિસ મુજબ, ભાજપના નેતાની માલિકીના બંગલાની અંદર ગેર કાયદેસર બાંધકામ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી  છે.

નોટિસ અનુસાર, જો નિર્ધારિત સમયમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં નહીં આવે, સંસ્થા તેને તોડી પાડશે અને BMCનો વેલ્યુએશન વિભાગ તેમની પાસેથી ખર્ચ વસૂલ કરશે.

નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે કે “જો તમે (માલિક) સૂચનાઓનું પાલન કરવામાં નિષ્ફળ રહેશે, તો MMC (મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ)ની કલમ 475A હેઠળ  કાર્યવાહી થઈ શકે છે.21 ફેબ્રુઆરીના રોજ, નાગરિક અધિકારીઓની એક ટીમે CRZ (કોસ્ટલ રેગ્યુલેશન ઝોન) ના નિયમોના કથિત ઉલ્લંઘન માટે જુહુ વિસ્તારમાં સ્થિત બંગલાની તપાસ કરી હતી.