ગુજરાત/ ધો.10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓ અંગે વાલી મંડળ પહોંચ્યું હાઇકોર્ટ, અરજી કરી કરાઈ ન્યાયની માંગ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ-2020-21 માટે પણ કોરોનાએ રોકાવાનું નામ નહીં લેતાં અંતે ધોરણ-10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે માસપ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે.

Gujarat Others

ગુજરાતમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસપ્રમોશન આપવાનો નિર્ણય બોર્ડે કર્યો છે. દરમિયાન રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા અને નવા વર્ષે વિદ્યાર્થીઓની શૈક્ષણિકસત્રની ફી અંગે આજદિન સુધી સરકારે કોઇ નિર્ણય કર્યો નથી. અંતે વિદ્યાર્થીઓના હિતમાં આ સમગ્ર મામલે ગુજરાત વાલીમંડળે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરી ન્યાયની માગ કરી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ-2020-21 માટે પણ કોરોનાએ રોકાવાનું નામ નહીં લેતાં અંતે ધોરણ-10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે માસપ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ અમુક વિષયમાં નાપાસ થયેલાં વિદ્યાર્થીઓ માટે હજી સુધી કોઇ નિર્ણય કર્યો નથી. ગુજરાત વાલીમંડળે આ અંગે વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરી છે.

આ પણ વાંચો :અમદાવાદ એરપોર્ટનો રન-વે 6 મહિના માટે રહેશે બંધ, પ્રવાસી અને એરલાઇન્સ કંપનીને નુક્સાન

જાહેરહિતની અરજીમાં જણાવ્યા મુજબ ધોરણ-10ની પરીક્ષામાં રીપીટર વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે 2.50 લાખ થવા જાય છે. જ્યારે ધોરણ-12માં રીપીટર વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે 1.50 લાખ થવા જાય છે. રીપીટર વિદ્યાર્થીઓ અંગે બોર્ડે હજી સુધી કોઇ નિર્ણય નહીં કરતાં વિદ્યાર્થીઓ માનસિક રીતે પરેશાન થઇ રહ્યાં છે. સરકાર દ્વારા કોઇ જાહેરાત નહીં થતાં આગળના અભ્યાસ અંગે અને વર્તમાન પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ અને વાલી અસમંજસની સ્થિતિ અનુભવી રહ્યાં છે. વિદ્યાર્થીઓના હિતમાં રીપીટર વિદ્યાર્થીઓની ધોરણ-10 અને 12ની પરીક્ષા રદ કરવાની માગ ગુજરાત વાલી મંડળે કરી છે.

આ પણ વાંચો :વલસાડના ગુંદલાલ ટેમ્પો અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત 2 નાં ઘટના સ્થળે મોત

ગુજરાતમાં ગતવર્ષે કોરોનાગ્રહણના કારણે શાળા સંચાલકોને વિશ્વાસમાં લઇને મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારે વિદ્યાર્થીઓની ફીમાં 25 ટકા રાહત આપવાનો નિર્ણય લીધો હતો. આજે હજી કોરોના કેસમાં ઘટાડો થયો છે. પરંતુ કોરોના સંપૂર્ણ રોકાયો નથી. બીજીબાજુ હજી આજદિન સુધી ભૌતિકરીતે શૈક્ષણિકકાર્ય પણ શરૂ થઇ શક્યું નથી. માત્ર ને માત્ર ઓનલાઇન શિક્ષણ આપાવામાં આવી રહ્યું છે. કોરોનાનાં કારણ અનેકવાલીની આર્થિક સ્થિતિ પણ સંપૂર્ણ ફી ભરવાપાત્ર નથી. આ સંજોગોમાં  સરકારે ફીના ધોરણમાં વધુ 25 ટકા રાહત વાલીને આપી ફી રાહતનું 50 ટકા કરવા માગ કરી છે.

આ પણ વાંચો :સોમવારે ભાજપની પ્રદેશ કારોબારી, સરકાર – સંગઠન સંકલન અને ભાવિ આયોજનની ચર્ચા

ગુજરાતના રીપીટર વિદ્યાર્થીઓ કે ફીમાં રાહત આપવા અંગે આજદિન સુધી સરકારે મગનું નામ મરી પાડ્યું નથી. પરિણામે સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટમા જાહેરહિતની અરજી થઇ છે. દરમિયાન હાઇકોર્ટના આદેશ પર વાલી-વિદ્યાર્થી અને સંચાલકોની નજર મંડાયેલી રહેશે.