Ahemdabad/ બાવળામાં રહેતા 65 વર્ષના NRI એકાએક ગુમ થયા બાદ કાર સાથે મળ્યો મૃતદેહ

બાવળામાં રહેતા NRI મોબાઈલ રીપેરીંગ કરવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ આજે તેમનો મૃતદેહ મળી આવ્યો છે. જેના કારણે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 24 કલાકથી વધુનો સમય બાદ પણ

Top Stories Gujarat
1

બાવળામાં રહેતા NRI મોબાઈલ રીપેરીંગ કરવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ આજે તેમનો મૃતદેહ મળી આવ્યો છે. જેના કારણે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 24 કલાકથી વધુનો સમય બાદ પણ NRI પ્રફુલ પટેલ ઘરે પરત આવ્યા ન હતા. ત્યારબાદ તેમની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ તેઓ કોઈ જગ્યાએથી મળી આવ્યા નહોતા.રાજ્યભરના શહેરોમાં એક તરફ ગુનાખોરીનું પ્રમાણ વધતું જાય છે ત્યારે તેની વચ્ચે છેલ્લા 7 મહિનાથી ઓસ્ટ્રેલિયાથી આવીને અમદાવાદના બાવળામાં વસવાટ કરતા NRI વ્યક્તિની ગંભીર હાલતમાં લાશ મળી આવી છે. મોબાઈલ રિપેરીંગ કરવાનું પત્નીને કહીને ઘરેથી નીકળ્યા તો ખરા, પરંતુ તેઓ પોતાના ઘરે પાછા આવશે જ નહીં તેવું સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય. આજે તેમની કાર અને તેમનો મૃતદેહ મળી આવ્યો છે.

1

risk of bird flu / બર્ડફ્લુને લઈ તાપી કલેક્ટરનું જાહેરનામું, મહારાષ્ટ્રના મરઘા પેદાશ પર ગુજરાતમાં પ્રતિબંધ

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રફુલ પટેલ 6 તારીખે પોતાનો ફોન રીપેરીંગ કરવાનું કહીને બલેનો કાર લઈને નીકળ્યા હતા. બપોર સુધી ઘરે પરત નહિ આવતા પત્નીએ પોતાના પડોશીઓ અને આજુબાજુના ગામના લોકોની સાથે રહીને પ્રફુલ પટેલની શોધખોળ આદરી હતી. જોકે આજે તેમની કાર બિનવારસી મળી આવી હતી અને આજે તેમનો મૃતદેહ પણ મળી આવતા પોલીસે આત્મહત્યા કે હત્યા અંગે તપાસ હાથ ધરી છે.

Rajkot / કોંગ્રેસમાંથી ફોર્મ પરત ખેંચવા મામલે વોર્ડ નં14ના ઉમેદવાર વિજય જાની 6 વર્ષ માટે સસ્પેન્ડ

 ચાંગોદર પાસેથી તેમનો મૃતદેહ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે 65 વર્ષના પ્રફુલ પટેલ પોતાની પત્ની સાથે છેલ્લા સાત મહિનાથી ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ આવીને તેમના પત્ની સાથે સ્થાયી થયા હતા. અને તેમની બન્ને દીકરીઓ ઓસ્ટ્રેલિયામાં રહે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…