જીવલેણ હુમલો/ બોલીવુડ અભિનેત્રી સોનાલી કુલકર્ણીના ઘરે હુમલો, પિતાને વાગી છરી, પોલીસે આરોપીની કરી ધરપકડ

મરાઠી અને હિંદી ફિલ્મોની જાણીતી અભિનેત્રી સોનાલી કુલકર્ણીના ફેન્સ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મંગળવારે સવારે તેના ઘરમાં ઘુસી એક અજાણ્યા શખ્સે અચાનક તેના પિતા પર ચાકૂથી હુમલો કરી દીધો હતો. ઘટનામાં સોનાલીના પિતા ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સોનાલી કુલકર્ણીના પિતા મનોહર કુલકર્ણીના પિતા પર ચાકૂથી હુમલો […]

Entertainment
IMG 20210526 125815 બોલીવુડ અભિનેત્રી સોનાલી કુલકર્ણીના ઘરે હુમલો, પિતાને વાગી છરી, પોલીસે આરોપીની કરી ધરપકડ

મરાઠી અને હિંદી ફિલ્મોની જાણીતી અભિનેત્રી સોનાલી કુલકર્ણીના ફેન્સ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મંગળવારે સવારે તેના ઘરમાં ઘુસી એક અજાણ્યા શખ્સે અચાનક તેના પિતા પર ચાકૂથી હુમલો કરી દીધો હતો. ઘટનામાં સોનાલીના પિતા ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સોનાલી કુલકર્ણીના પિતા મનોહર કુલકર્ણીના પિતા પર ચાકૂથી હુમલો કરનારની પોલીસે ઓળખ કરી લીધી છે અને આ મામલે વધુ તપાસ શરુ કરી દીધી છે. પોલીસના જણાવ્યાનુસાર આ વ્યક્તિ અભિનેત્રીના ઘરમાં સવારે 7.30 કલાક આસપાસ ઘુસ્યો હતો, તે પાઈપ પરથી ચઢીને ઘરમાં આવ્યો હતો.

એક નોકરે તેને જોઈ લીધો હતો અને તેનો રોકવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ તેણે ચાકૂ કાઢી લીધું અને સીધો તેના અભિનેત્રીના પિતા પર હુમલો કરી દીધો. ત્યારબાદ તેણે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો પરંતુ પાડોશીઓની મદદથી તેને પકડી લેવામાં આવ્યો હતો.

પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી લીધી છે અને તપાસ શરુ કરી છે કે તેનું ઘરમાં ઘુસવાનું કારણ શું હતું.