Not Set/ બોલિવૂડ/ અજય દેવગનની તાનાજી ફિલ્મનું દમદાર ટ્રેલર થયુ રિલીઝ

તાનાજી ધ અનસંગ વોરિયર ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થયું છે. આ ફિલ્મમાં અજય દેવગન, કાજોલ અને સૈફ અલી ખાને મહત્વનાં પાત્ર ભજવ્યાં છે, ફિલ્મ તાનાજીનું ટ્રેલર ખૂબ જ દમદાર છે. અજય દેવગન તાનાજી મલુસરેની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે, જેની ભૂમિકા આ ​​ફિલ્મમાં ખૂબ જ દમદાર છે. વળી કાજોલ તેની પત્ની સાવિત્રી બાઇ મલુસરેની ભૂમિકામાં […]

Entertainment
Tanaji બોલિવૂડ/ અજય દેવગનની તાનાજી ફિલ્મનું દમદાર ટ્રેલર થયુ રિલીઝ

તાનાજી ધ અનસંગ વોરિયર ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થયું છે. આ ફિલ્મમાં અજય દેવગન, કાજોલ અને સૈફ અલી ખાને મહત્વનાં પાત્ર ભજવ્યાં છે, ફિલ્મ તાનાજીનું ટ્રેલર ખૂબ જ દમદાર છે. અજય દેવગન તાનાજી મલુસરેની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે, જેની ભૂમિકા આ ​​ફિલ્મમાં ખૂબ જ દમદાર છે. વળી કાજોલ તેની પત્ની સાવિત્રી બાઇ મલુસરેની ભૂમિકામાં જોવા મળી રહી છે.

છેલ્લા કેટલાક દિવસોથી, તાનાજીનાં તમામ પાત્રોનો લુક રિલીઝ થઈ રહ્યો હતો અને આજે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. તાનાજી ફિલ્મમાં અજય દેવગન, કાજોલ, સૈફ અલી ખાન, શરદ કેલકર, પંકજ ત્રિપાઠી અને નેહા શર્મા જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં શરદ કેલકર છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મમાં સૈફ અલી ખાન ઉદય ભાનની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. સૈફ અલી ખાન અને અજય દેવગન ઘણા સમય પછી ફિલ્મનાં પડદે એક સાથે જોવા મળે છે, તે પહેલાં બંને ફિલ્મ ઓમકારા અને કચ્ચે ધાગે માં જોવા મળ્યા હતા. વળી અજય દેવગન લાંબા સમય પછી કાજોલ સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યો છે.

આપને જણાવી દઇએ કે તાનાજી એક ડ્રામા ફિલ્મ છે જે એક બાયોગ્રાફી પીરિયડ ડ્રામા ફિલ્મ છે. ફિલ્મમાં કાજોલ ગેસ્ટ અપીયરન્સમાં છે. તાનાજી એ અજય દેવગનની કારકિર્દીની 100 મી ફિલ્મ છે. આ ફિલ્મમાં અભિનયની સાથે સાથે તે ભૂષણ કુમાર સાથે પણ ફિલ્મનું નિર્માણ કરી રહ્યો છે. ઓમ રાઉત તાનાજીને ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.